Abtak Media Google News

ઋષિ મહેતા મોરબી

બોલિવુડ એક્ટ્રેસ અદા શર્માની ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ મૂવીને ઓડિયન્સથી જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ત્યાં જ દેશના ઘણા રાજ્યોમાં ‘ધ કેરલ સ્ટોરી’ બેન થઈ ગઈ છે તો ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી થઈ ગઈ છે અનેક લોકો દ્વારા આ ફિલ્મ દીકરીઓને ફ્રીમાં બતાવવામાં આવી રહી છે ત્યારે શ્રી પરશુરામ યુવા ગ્રુપ તથા શ્રી પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે સમસ્ત બ્રહ્મ સમાજ ના 15 વર્ષ થી ઉપરના તમામ બહેનો અને દીકરીઓ માટે ધ કેરાલા સ્ટોરી મૂવી જોવાનું આયોજન કરવામાં આવ્યું છે.

બ્રહ્મ સમાજ દ્વારા ૧૮ મે 2023ના રોજ બપોરે ૪ કલાકે સ્કાય મોલ, શનાળા રોડ ખાતે તમામ બહેનો અને દીકરીઓ માટે ધ કેરાલા સ્ટોરી મૂવી જોવાનું આયોજન કરવામાં આવ્યું સમસ્ત બ્રહ્મ સમાજના તમામ બહેનો અને મહિલાઓ અવશ્ય પોતાનો કિંમતી સમય કાઢી મૂવી જોવા પધારો એવી નમ્ર અપીલ છે.

બહેનો માત્ર રૂ. ૫૦ ના નજીવા દરે રજીસ્ટ્રેશન કરાવી શકાશે. રજીસ્ટ્રેશન કરાવવા માટે સામાકાંઠે તથા મોરબી ગામમાં બંને જગ્યાએ સગવડ રાખવામાં આવી છે. રજીસ્ટ્રેશન કરાવવા માટેવ્યોમ લેબોરેટરી,વિઝન હોસ્પિટલ નીચે , ડો.રૂપાલા સાહેબની સામે,અયોધ્યા પૂરી મેઈન રોડ, મોરબી ૧, જેમાં મો.૯૯૨૫૪ ૮૬૯૯૯ પર સંપર્ક સાધવો અથવા તો સ્થળ ૨ પર બાલાજી મલ્ટી સ્ટોર, વોરા બાગ SBI ATM ની બાજુમાં, ફ્લોર હોમ્સ પાસે, મહારાણા પ્રતાપ સર્કલ પાસે, સામાકાંઠે રજીસ્ટ્રેશન કરાવી શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.