Abtak Media Google News

Table of Contents

વિશ્ર્વનું સૌથી લાંબુ અને ઊંચા કદનું ઉડતું ભારતીય પક્ષી ‘સારસ’ છે: ‘મેઇડ ફોર ઇંચ અધર’ની જીવનશૈલી માટે તે

સુવિખ્યાત છે: પક્ષીની દુનિયામાં આદર્શ દંપતી એટલે સારસ: બેમાંથી એકનું મૃત્યુ થાય તો બીજુ

ઝુરીને મૃત્યું પામે: સારસએ આપણું પક્ષી છે, કારણ કે તે ભારત સિવાય બીજા દેશોમાં બહું ઓછું જોવા મળે છે

5 ફૂટ અને અગિયાર ઇંચની લંબાઇ ધરાવતું હોવા છતાં તે ઉડી શકે છે: દુબળું શરીર,

લાંબી પાંખો, લાંબી ડોક અને લાંબા પગ આ પક્ષીની વિશેષતા છે: તે સ્વભાવે

શાંત અને પાણીની આસપાસ નિવાસ કરે છે: તે ગરદનને સીધી રાખીને ઉડે છે

આપણાં દેશમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી, બિહાર, આલામ અને જમ્મુ વિસ્તારમાં તે વધુ જોવા મળે છે, અને સંપૂર્ણપણે જમીન પર રહેનારૂ પક્ષી છે

સારસ મુખ્યત્વે શાંત પક્ષી છે, ખોટી દોડધામ કે અવાજ કરતું નથી. સંવનનની ઋતુ અને શિકારીથી બચવા સાથીને સાવચેત રહેવા મોટેથી અવાજ કાઢતા જોવા મળે છે. તેનું સાયન્ટિફિક નામે ‘ગ્રુસ એન્ટિગોને’ છે. તેનો વિકાસ 6 ફૂટ સુધી થઇ શકે છે. માદા જાતિને આકર્ષવા નર નૃત્યું કરે છે. તેનું એવરેજ આયુષ્ય લગભગ 95 વર્ષ જેટલું હોય છે. 30 ટકાથી ઓછી જોડીઓ એવી જોવા મળી છે કે જે એક સાથે બે બચ્ચાને ઉછેરે છે. તેની લુપ્ત થતી પ્રજાતિના કારણોમાં વાતાવરણ બદલવાના કારણે વસ્તી ઓછી થઇ રહી છે. જેમાં જંતુનાશક દવાઓના પાક ઉપર છંટકાવ ઉપદ્રવની ઘટતી ક્ષમતા, તેના એરીનાં વાતાવરણના ફેરફાર થવાથી તેની મૂળ આદતો છૂટતી જવાને કારણે જીવન ટકાવવા તેની આદતો ફરતી જાય છે.

એક અચરજ પ્રમાણે તેવી સારસની વાતમાં જો કોઇ જોડી ખંડિત થાય પછી બીજી માદા નર સાથે જોડાઇને તેના બચ્ચાનો ઉછેર કરવા લાગે છે. માનવ જીવનનાં નવી-જુનીનો ક્ધસેપ્ટ અહિં પણ જોવા મળે છે. ખાસ અત્યારનું ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણ બદલાતા સારસની આદતો ઘણી બદલાય છે. જેમાં એક જોડી કોઇ ત્રીજાને બોલાવીને તેના દ્વારા બચ્ચા ઉછેર કરાય છે. આની પસંદગીમાં પણ તે ખૂબ જ યુવા સારસની પસંદગી કરે છે. ત્રીજુ આવેલ સારસ ફક્ત બચ્ચા ઉછેરવા આવે છે અને સંવનન કાળના સમય પહેલા તે જંતુ રહે છે. બદલાતા પર્યાવરણે તેની ચાલ પણ બદલતી જોવા મળી રહી છે તેમજ બચ્ચાને દત્તક લેવાની રીત-રસમ પણ ફરતી જોવા મળી રહી છે. તે યુ.પી., નેપાળ અને રાજસ્થાનમાં ઓછા જોવા મળે છે.

સારસના મૂળ સ્વભાવમાં અને લાંબુ જીવતી આ પક્ષીની જાતિમાં પહેલા જેવું ન હોવાથી ખુબ જ ઓછા પ્રમાણમાં અગાઉના ગુણો જોવા મળી રહ્યા છે. આને કારણે પણ તેની વસ્તી ઘટવા લાગી છે. 40 થી 50 લાખ વર્ષ પહેલા ગીત ગાતા પક્ષીઓની વિશાળ પ્રજાતિઓ હતી જે કાળક્રમે લુપ્ત થઇ ગઇ હતી. પક્ષીવિદ્ોને આ સારસ પંખીની પણ ચિંતા થવા લાગી છે. અનેક પતિ પ્રજાવાળું આ પક્ષી ખાસ કિસ્સામાં બે માદા અને એક નર એમ ત્રણની જોડીમાં જોવા મળે છે. 1999માં યુ.પી.ના અટવા ગામે પ્રથમવાર માદા અને બે નર જોવા મળ્યા હતા. આવા ત્રણના કિસ્સા પ્રથમવાર જોવા મળ્યા હતા.

માનવીની વિકાસ દોડમાં વૈવિધ્યપૂર્ણ જીવસૃષ્ટિ, પ્રાણીસૃષ્ટિ સાથે પક્ષી સૃષ્ટિ પણ અસ્તિત્વ ટકાવવા સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે સારસની વસ્તી પણ ઘટી રહી છે. વસ્તી નજીક તેના માળા આવી જતા ઇંડા અને બચ્ચાને કૂતરા જેવા પ્રાણી શિકાર કરી જાય છે. શિયાળામાં તેને ખોરાક સહેલાયથી મળી જતો હોવાથી આ ઋતુંમાં સારસ જોવાનો શ્રેષ્ઠ સમય છે. માદા જુનથી ઓક્ટોબર સુધીમાં જમીન ઉપર બનાવેલ માળામાં એક થી ત્રણ ઇંડા મુકે છે, જે ફિક્કા લીલા કે ગુલાબી સફેદ રંગના હોય છે. આ કલર જમીન સાથે સહેલાઇથી ભળી જતો હોય છે. ઇંડા કોઇ ખાઇ ન જાય એટલે કુદરતે આ કલરની જાદુગરી કરી છે. નર સારસ સંત્રી તરીકે ઇંડાની ચોકીદારી કરે છે. ઇંડામાંથી બચ્ચા નીકળે કે તરત જ દોડવાની ક્ષમતા ધરાવતા હોય છે. નાના બચ્ચાથી જો આપણે પાળીએ તો આપણી સાથે હળી-મળી જાય છે. અજાણી વ્યક્તિ કે શિકારીને લાંબી ડોક કરીને તીક્ષ્ણ ચાંચ મારે કે પાંખો ફફડાવી ડરાવી મુકે છે. પ્રજનન ઋતુમાં સાથીને બોલાવવા કર્ણપ્રીય અવાજ કાઢે છે અને સારસનું મોહક નૃત્ય માત્ર આ ઋતું દરમ્યાન જ જોવા મળે છે. ઠેકડા મારીને કરાતા પ્રેમનૃત્ય એક મિનિટ સુધી ચાલે છે. માદા જ્યારે નાચવા લાગે ત્યારે બન્નેની સંમતિ છે તેમ માનીને જોડી બનતી હોય છે.

દુનિયામાં વિવિધ કલરફૂલ પક્ષીઓ છે. જેમાં કેટલાક નાના તો કેટલાક મોટા હોય છે. ચિત્ર-વિચિત્ર પંખીઓ પણ જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગની તથા પર્યાવરણના પ્રદુષણને કારણે ઘણી પ્રજાતિઓ લુપ્ત થઇ ગઇ છે તો કેટલીક લુપ્ત થવાના આરે ઉભી છે. પવર્તમાન સમયમાં છૂટાછેડા અને લગ્ન વિર છેદ વધી રહ્યા છે તેવામાં સારસ પક્ષીનું દામ્પત્ય જીવન શ્રેષ્ઠ ગણી શકાય. કુદરતની કરામતી દુનિયામાં સારસ પક્ષી માણસ જેટલી એટલે કે છ ફૂટ હાઇટ ધરાવતું હોવાથી તે વિશ્ર્વનું સૌથી ઊંચા કદનું ઉડતું ભારતીય પક્ષી છે.

પક્ષીની દુનિયામાં આદર્શ દંપતી એટલે સારસ બેલડી, આપણે ઘણીવાર પરફેક્ટ સુંદર જોડીને ‘સારસ’ જેવી જોડીની ઉપમા આપીએ છીએ. મેઇડ ફોર ઇંચ અધરના જીવનમંત્ર સાથે જીવતા સારસ જોડી ઉપરાંત ‘મકાઉ’ નામના પોપટ પણ જીવનભર એક જ સાથીની પસંદગી કરે છે. લોક વાયકા મુજબ આ જોડી ખંડિત થાય તો બીજુ જીવીત પક્ષી ઝૂરી-ઝૂરીને મૃત્યું પામે છે.

સારસ આપણાં દેશમાં લગભગ બધે જોવા મળે છે પણ હવે તેની સંખ્યા ઘટતી જાય છે. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી, બિહાર, આસામ અને જમ્મુના વિસ્તારોમાં વિશેષ જોવા મળે છે. સારસ જમીન ઉપર રહેનારૂં પક્ષી છે. આપણો દેશ ઉપખંડ એટલો મોટો છે કે અહીં અનેક પક્ષીઓ જોવા મળે છે. સામાન્ય રીતે સારસ 6 ફૂટની ઉંચાઇ ધરાવતું હોય છે. તેની ઊંચાઇ 152 થી 156 સેન્ટિમીટર હોય છે જે એક માણસની ઊંચાઇ જેટલી ગણી શકાય છે. તે પોતાનો માળો જમીન ઉપર બાંધે છે, જેમાં તણખલાનો ઉપયોગ કરે છે. ડાંગરના પાક વચ્ચે ઉભુ રહેતું સારસનું અડધુ શરીર બહાર દેખાતું હોય છે.

સારસની ચાલવાની ચાલ જોવા જેવી હોય છે. રાખોડી રંગનું શરીર, લાંબી ડોક અને લાલ રંગનું માથું હોય છે. તેનું ટાલકુ સફેદ કલરનું હોય છે. ખુબ જ પાતળા લાંબા ગુલાબી ઝાંયવાળા પગ હોય છે. માથામાં લાલ રંગ નીચે સફેદ રંગ પણ જોવા મળે છે, જે આગળ જતાં આખા શરીરમાં રાખોડી થઇને પ્રસરી જાય છે. ઘણા પક્ષીઓની જેમ સારસ પણ માનવ જાતી સાથે હળીમળીને રહેતું પક્ષી છે. તેનું વજન વધારે હોવાથી અન્ય પંખીની જેમ ઉડવાનું બહું ફાવતું નથી. એક નવાઇ વાત છે કે તેને ઉડતા પહેલા વિમાન જેમ રનવેમાં દોડે તેમ દોડીને પછી ઠેકડો મારી હવામાં ટેઇક ઓફ થાય છે.

આસપાસ જોખમ લાગે તો જ ઉડે છે. નર કરતા સારસ માદા થોડી નીચી હોય છે. જો આપણે એકલા જોઇતો ફરક ન લાગે પણ જોડીને જોવો ત્યારે આ ફરક માલુમ પડે છે. ખેતર, નદી કે ખુલ્લા વાતાવરણમાં તેનો વસવાટ વધુજોવા મળે છે. તેનો ખોરાક ખેતરના દાણા અને કુણી વનસ્પતિ હોય છે. ખેતરમાં તીડના ટોળા ઉમટી પડે ત્યારે સારસ તેનો ખોરાક પણ આરોગે છે. સરોવરનાં દેડકા કે કાચબાના ઇંડા પણ સારસ આરોગતા હોય છે.

પવર્તમાન સમયમાં સારસ ક્રેનની 15 પ્રજાતિઓ

વિશ્ર્વભરમાં તેની 15 પ્રજાતિઓ પૈકી આપણાં ભારતમાં તેની કુલ છ પ્રજાતિઓ જોવા મળે છે. સારસ ક્રેન છ ફૂટ ઊંચા અને આઠ ફૂટ પથરાય શકે તેવી પાંખો ધરાવે છે. પક્ષીની દુનિયામાં તે સૌથી ઉંચુ ઉડનાર પક્ષી છે. આપણાં રાજ્યમાં આણંદ અને ખેડા જીલ્લામાં તેના સંરક્ષણનો પ્રોજેક્ટ 2015 થી ચાલે છે. છેલ્લી 2021ની ગણતરી મુજબ 915 સારસ નોંધાયા હતા, જેમાં 105 બચ્ચાનો પણ સમાવેશ થાય છે. 2015માં પ્રોજેક્ટ શરૂ કરાયો ત્યારે 500 સારસ હતા. હાલ આપણાં રાજ્યમાં માત્ર એક હજાર જેટલા સારસ છે, ત્યારે હવે આ પ્રજાતિઓ પણ લુપ્ત થતી જાય છે. એમ કહી શકાય. સૌથી અચરજ પ્રમાણે તેવી વાત એ છે કે તે એક પગે ઉભા રહી આખી રાત સુઇ શકવાની ક્ષમતા ધરાવે છે અને આ ક્ષમતા પક્ષીની દુનિયામાં એકમાત્ર ‘સારસ’ને કુદરતે આપી છે. સારસ જોડીને પ્રેમનું પ્રતિક પણ ગણવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.