Abtak Media Google News

ચોરની  ‘મા’ કોઢીમાં મો નાખી રોવે

બે કારમાં આવેલા પાંચ શખ્સોએ લૂંટ ચલાવી ‘તી

માળિયા હળવદ હાઇવે પર બે કારમાં સવાર પાંચ આરોપીએ હળવદ નજીક મોરબી ચોકડી પાસેના પેટ્રોલપંપ પાસે એક ટ્રક ચાલકને માર મારી ધઉ ભરેલુ આખે આખું ક્ધટેનર લૂંટી લીધું હતું.જો કે લૂંટારાઓ ઘટનાસ્થળથી થોડે દુર જતા ગાડીનું ટાયર ફાટી જતા ક્ધટેનર બેકાબુ બન્યું હતું. અને પલ્ટી મારી ગયું હતું. જેના કારણે બે લૂંટારુઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisement

બનાવની મળતી વિગત અનુસાર, હળવદ હાઇવે ઉપર મોરબી ચોકડી નજીક આવેલ પાટીદાર પેટ્રોલપંપ પાસે રાત્રીના સમયે પાંચ લૂંટારુઓએ અગાઉથી પ્લાન બનાવી હળવદના સુખપર ગામેથી ઘઉં ભરેલું ક્ધટેનર લઈને વાંકાનેર ખાલી કરવા જઈ રહેલા ક્ધટેનરના ચાલકને બે કારમાં આવેલ પાંચ શખ્સોએ રોકી પાંચેય ઈસમોએ ટ્રકના ચાલકને ઢોર માર માર્યો હતો. અને બાદમાં બે શખ્સો ક્ધટેનર લઈ ફરાર થયા હતા. જો કે, લૂંટારુંઓના લૂંટના બદ ઈરાદા ઉપર કુદરતે પાણી ફેરવી દીધું હતું અને લૂંટારુંઓ ટ્રક લઈને ફરાર થવામાં સફળ થઇ શક્યા ન હતા. ઘઉં ભરેલ ટ્રકના અધવચ્ચે જ બે ટાયર ફાટી જતા ક્ધટેનર પલ્ટી મારી ગયું હતું. જેથી ક્ધટેનરમાં સવાર બંને શખ્સોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

જયારે બે શખ્સો કાર લઈને ભાગી છૂટ્યા હતા. ત્યારે ઈજાગ્રસ્ત શખ્સોને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પોલીસે ક્ધટેનરમાં રહેલા બે સહીત ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. અને  કુલદીપસિંહ વાઘેલા, સહદેવસિંહ વનરાજ સિંહ ઝાલા(રહે. મૂળી), વિરલ શૈલેષભાઈ સોની(રહે.મૂળી) તેમજ એક અજાણ્યા ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.