Abtak Media Google News

મોરબીના ગેંડા સર્કલ નજીક બેફામ સ્પીડે એક્ટીવા લઈ નીકળેલ શખ્સને બાઈક ધીમુ ચલાવવાનું કહેતા આ શખ્સે ઠપકાનો ખાર રાખી તેના ભાઈ, બહેન માતાને બોલાવી લાવી  ટ્રાવેલ્સના ધંધાર્થીને માર મારી ઉપરાંત પેવર બ્લોકનો છૂટો ઘા ઝીંકી માથું ફાળી નાખ્યાની ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

બનાવની જાણવા મળતી વિગત અનુસાર ગેંડા સર્કલ ચોકના બસ સ્ટેન્ડ પાસે ઉભેલા હિતેન્દ્રસિંહ સુખુભા જાડેજા (ઉ.વ.36 ધંધો.ટ્રાવેલ્સ રહે.મોરબી-2 નિત્યાનંદ સોસાયટી)એ ધૂમ સ્ટાઈલમાં બાઈક લઇ નીકળેલ ભાવેશ દિનેશભાઇ કંજારીયા (રહે. રામકુષ્ણનગર મોરબી)ને બાઈક ધીમું ચલાવવાનું કહ્યું હતું આ બાબત પસંદ ન આવતા આરોપી ભાવેશ દિનેશભાઇ કંજારીયાએ ભરત ઉર્ફે ભુરો દિનેશભાઇ કંજારીયા સતવારા, તેના માતા અને બહેનને બોલાવી લાવી માથાકૂટ કરી હતી.

ત્યારબાદ તમામે એક સંપ કરી હિતેન્દ્રસિંહને ઢીકાપાટુનો માર માર્યો હતો જેમાં ભરત ઉર્ફે ભુરાએ સિમેન્ટના પેવર બ્લોકનો છૂટો ઘા કરી માથું ફાળી નાખતા પાંચ ટાકા લેવાની નોબત આવી પડી હતી. જેને લઈને હિતેન્દ્રસિંહ સુખુભા જાડેજાએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.