Abtak Media Google News

મૃતક વૃદ્ધના પરિવારજનો અંગે એ – ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવા અનુરોધ

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે કલમ ૧૭૪ અકસ્માતે મરણ મુજબ કેસ નોંધાયેલ છે. જે અનુસાર મોરબીમાં રહેતા મૃતક દલપતભાઇ કનુભાઇ રાવલ ઉ.વ.૬૫ રહે. મોરબી તા.૨૭ ઓકટોબરના ના રોજ કોઇ બીમારી સબબ મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ અને તા.૦૨ નવેમ્બર ના વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.

રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરી આપ બાદ સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હતા. મરણ જનારના કોઇ વાલી વારસ ન હોય અને હાલે મરણજનારની લાશ રાજકોટ સરકારી હોસ્પીટલના કોલ્ડ સ્ટોરેજમા રાખવામાં આવી છે.

મરણજનારના શરીરે જોતા શરીરે પાતળો બાંધો વાને ઘઉવર્ણ, માથાના ભાગે ટાલ તથા ટુંકા કાળા વાળ તથા રાખોડી કલરનું લીટી વાળો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે તેમજ મોઢામાં ઉપરના ત્રણ દાંત પડી ગયેલ છે. અને મૃતક પુરૂષના વાલીવારસ મળી આવેલ ન હોય જેથી આ મૃતક અંગે વાલી વારસ હોય તો તપાસ કરનાર પો.હેડ કોન્સ. એન.એસ. મેસવાણીયા મો.ન.૯૯૦૪૭૧૩૨૪૭ અથવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ટેલી.નં. ૦૨૮૨૨-૨૩૦૧૮૮ ઉપર સંપર્ક કરવો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.