Abtak Media Google News

અમદાવાદ અને વડોદરામાં એક – એક મોત સાથે મૃત્યુઆંક ૨૬ પર પહોંચ્યો:રાજકોટમાં કોરોના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ

ગુજરાતમાં ગઈ કાલે વધુ ૨૫૩૬ સેમ્પલોનું લેબમાં મોકલવામાં આવ્યા હતા. તેમાં વધુ ૫૬ દર્દીઓને કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. ગઈ કાલે અમદાવાદમાં એક અને વડોદરામાં પણ એક કોરોનાગ્રસ્ત દર્દીનું મોત નિપજ્યું હતું. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૨૬ સુધી પહોંચ્યો છે. જ્યારે વધુ ૫૪ કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર કારગત નિવડતા તેમને રજા આપવામાં આવી હતી.ભાવનગરના શિહોરમાં પણ વધુ એક યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ગુજરાતમાં કોરોના કોવિડ ૧૯ ની મહામારી વધતી જાય છે ત્યારે ગઈ કાલે રાજ્યમાં કુલ ૨૫૩૬ સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી વધુ ૪૫ દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેના દ્વારા રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને ૬૧૭ પર પહોંચી છે. રાજ્યમાં અમદાવાદમાં અને વડોદરા માં એક એક દર્દીઓના કોરોના સારવાર દરમિયાન મોત નિપજ્યાનું પણ જાણવા મળ્યું હતું. રાજ્યમાં વધુ બે મૃત્યુની સાથે કુલ મૃત્યુઆંક ૨૬ સુધી પહોંચ્યો છે.

ગઈ કાલે પણ કોરોના વાયરસમાં રાજ્યના એપિસેન્ટર બનેલા અમદાવાદમાં વધુ ૩૧ પોઝિટિવ કેસ નોંધાતા શહેરમાં કુલ ૩૫૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં વધુ ૬ અને સૂરતમાં ૫ પોઝિટિવ દર્દી નોંધાયા છે. સાથે આણંદ, ભરૂચ,  બનાસકાંઠા અને ભાવનગરમાં પણ વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.

વડોદરામાં મૃત્યુ પામેલા દર્દીઓ ના નજીકના વ્યક્તિઓના સેમ્પલ મોકલવામાં આવતા તેમના પિતા અને કાકા નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. જ્યારે અમદાવાદમાં ૭૫ વર્ષના વૃદ્ધનું પણ મોત નિપજ્યું છે. રાજ્યમાં કોરોના મુક્ત વિસ્તારો માટે રાજ્ય સરકારે મહત્વના નિર્ણય તરીકે તેવા વિસ્તારોમાં એક કીટ માંથી પાંચ સેમ્પલ ચકાસણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

રાજકોટમાં ગઈ કાલે વધુ ૬ સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાંથી ૪૦ સેમ્પલ નેગેટિવ આવ્યા હતા અને હજુ ૪૬ સેમ્પલના રિપોર્ટ આવના બાકી છે. ગઈ કાલે શાપરના વૃદ્ધનું કોરોનામાં શંકાસ્પદ માં મોત નિપજ્યા બાદ આજરોજ તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્યતંત્રમાં રાહત અનુભવ થયો હતો.જયારે આજરોજ વધુ ૨૧ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ૧૫ નેગેટીવ અને અન્ય ૬ રિપોર્ટ પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.