Abtak Media Google News

વિંછીયામાં સૌથી ઓછો માત્ર 59.34 ટકા જ વરસાદ: સૌરાષ્ટ્રમાં સરેરાશ 113.55 ટકા પાણી વરસી ગયું

સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 80 તાલુકાઓ પૈકી 53 તાલુકાઓમાં 100 ટકાથી પણ વધુ વરસાદ વરસી ગયો છે. સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં 226.51 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ વિંછીયા તાલુકામાં માત્ર 59.34 ટકા પડ્યો હોવાનું નોંધાયું છે. છેલ્લા ચારેક દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ વિરામ લેતા જગતાતે રાહતનો શ્ર્વાસ લીધો છે. હવે ચોમાસાની સિઝન પૂર્ણતાના આરે છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 113.55 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

ગુજરાતમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં સરેરાશ 95.09 ટકા જેટલો વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. કચ્છમાં 111.69 ટકા, ઉતર ગુજરાતમાં 71.59 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 83.65, સૌરાષ્ટ્રમાં 113.55 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 93.05 ટકા વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સિઝનનો 83.26 ટકા વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરના માત્ર એક જ થાનગઢ તાલુકામાં 101.89 ટકા વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લામાં 130.70 ટકા વરસાદ વરસી ગયો છે. ધોરાજી તાલુકામાં 165.75 ટકા, ગોંડલ તાલુકામાં 171.52 ટકા, જામકંડોરણા તાલુકામાં 121.28 ટકા, જેતપુર તાલુકામાં 101.03 ટકા, કોટડા સાંગાણીમાં 146.53 ટકા, લોધીકા તાલુકામાં 226.51 ટકા, પડધરી તાલુકામાં 112.45 ટકા, રાજકોટમાં 152 ટકા વરસાદ પડ્યો છે. વિંછીયામાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં 108.38 ટકા, ટંકારા તાલુકામાં 119.32 ટકા, વાંકાનેર તાલુકામાં 106.05 ટકા, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં 149.63 ટકા, જામ જોધપુરમાં 118.26 ટકા, જામનગરમાં 109 ટકા, જોડીયામાં 145.57 ટકા, કાલાવડમાં 215.13 ટકા અને લાલપુરમાં 112.51 ટકા વરસાદ પડ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 142.89 ટકા વરસાદ પડ્યો છે. ભાણવડમાં 128.23 ટકા, દ્વારકામાં 158.52 ટકા, કલ્યાણપુરમાં 146.05 ટકા, ખંભાળીયામાં 142.61 ટકા વરસાદ પડ્યો છે. પોરબંદર જિલ્લામાં 123.15 ટકા વરસાદ પડ્યો છે. કુતિયાણામાં 135.98 ટકા, પોરબંદરમાં 122.54 ટકા, રાણાવાવમાં 111.10 ટકા, જૂનાગઢ જિલ્લામાં 126.09 ટકા વરસાદ પડ્યો છે. જેમાં ભેંસાણમાં 106 ટકા, જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં 116 ટકા, કેશોદમાં 126.68 ટકા, માળીયા હાટીનામાં 122.38 ટકા, માણાવદરમાં 133.26 ટકા, માંગરોળમાં 162.47 ટકા, મેંદરડામાં 104.92 ટકા, વંથલીમાં 113.53 ટકા અને વિસાવદરમાં 152.40 ટકા વરસાદ પડ્યો છે.

ગીર સોમનાથ જિલ્લામાં સિઝનનો માત્ર 92.21 ટકા જ વરસાદ પડ્યો છે. જેમાં સુત્રાપાડામાં 120 ટકા, તાલાલામાં 100.30 ટકા અને વેરાવળમાં 129.68 ટકા વરસાદ પડ્યાનું નોંધાયું છે. અમરેલી જિલ્લામાં 109.08 ટકા વરસાદ પડ્યો છે. અમરેલી શહેરમાં 125.05 ટકા, બાબરામાં 121 ટકા, બગસરામાં 118.06 ટકા, લીલીયામાં 131.90 ટકા, રાજુલામાં 131.19 ટકા, સાવરકુંડલામાં 103.66 ટકા અને વડીયામાં 112.82 ટકા વરસાદ પડ્યો છે.

ભાવનગર જિલ્લામાં 106 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં ભાવનગર શહેરમાં 125 ટકા, ગારિયાધારમાં 130.56 ટકા, ઘોઘામાં 124.59 ટકા, મહુવામાં 131.80 ટકા, પાલીતાણામાં 105.67 ટકા, તળાજામાં 100.35 ટકા વરસાદ પડ્યો છે. બોટાદ જિલ્લામાં 104.55 ટકા વરસાદ પડ્યો છે. બોટાદ શહેરમાં 114.85 ટકા, બરવાળામાં 108.75 ટકા વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.