Abtak Media Google News

પ્લાસ્ટીક અને કોથળાના ઝુપડા બાંધીને રહે છે છુટક મજુરી કરીપોતાના પરિવારનુ ભરણ પોષણ કરે છે

મુળી તાલુકાના સરાગામે આવેલ મોરબી દરવાજા બહાર જાડેશ્વરદાદાના મંદિર તરફ જતા રસ્તામા વિચરતી – વિમુખ જાતિના સરાણીયા અને કાંગસીયા સહીત જ્ઞાતિના ૧૫ થી વધુ પરિવારો પ્લાસ્ટીકના કાગળ અને ફાટેલ તુટેલ કોથળા વડે ઝુપડા બનાવીને ખુલ્લા પટમા પડયા છે આ પરિવારને ઉપર આભ અને નિચે ધરતી તેમનો સહારો બન્યો છેપરિવારના મોટાઓ છુટક મજુરી ખેતીકામ કડીયાકામ જેવી મજુરી કરી પોતાના પરિવારનુ ભરણ પોષણ કરે છે મહીલાઓ સારા નરસા પ્રસંગે વાસણ માંજવાનુ અને લોકોના ધર ઉપયોગી કામ કરી મજુરી મેળવી પરિવારના ભરણપોષણ કરવામા મદદરૂપ બને છે

Advertisement
Screenshot 2018 12 16 15 23 22 021 Com

હાલ શિયાળાની ઠંડીની શરૂઆત થઇ ગયેલ છે ત્યારે કડકડતી ઠંડીઓમાનાના નાના ટાબરીયાઓ ઠુઠવાઇ રહયા છે છુટક મજુરી કરી માંડ પેટીયુ ભરતા લોકોના ભુલકાઓ માટે પુરતા કપડા પણ માંડ માંડ છે ત્યારે ગરમ સ્વેટર કયાથી હોય શિયાળાની ઠંડી હોય કે ચોમાસાના અનરાધાર વરસાદ વચ્ચે તેઓ પ્લાસ્ટીકના ઝુપડામા જીંદગી વિતાવી રહયા છે

Screenshot 2018 12 16 15 23 17 774 Com 1

સરાણીયા પારસભાઇએ જણાવ્યા મુજબ મુળ ભેચડા ના અને ધણાજ સમયથી સરાગામે રહીને છુટક મજુરી કરી ગુજરાન ચલાવીએ છીએ સરાગામના લોકોનો સાથ સહકાર સારો છેસારા માઠા પ્રસંગે ગ્રામજનો અહી આવી ભોજન કરાવે છે અમને જરૂર પડે ત્યારે ખેતમજુરીયે લઇ જાય છે ઓણ માઠુ વર્ષ હોય ખેતમજુરી ઓછી મલે છે છતાય રોજી રોટી મેળવવા મહેનત કરી લઇ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.