Abtak Media Google News

૨૨મીથી ‘એન્જિ એકસપો’

એન્જિએકસ્પો એક એવું પ્લેટફોર્મ છે જેના થકી મોટું નેટવક્રિંગ ઉભું કરી શકાય છે એક લર્નિંગ અને શેરીગ માટે પણ જ‚રી એવા એકસપોનું ભવ્ય આયોજન રાજકોટ ખાતે થવા જઈ રહ્યું છે. જેમાં દેશ અને વિદેશમાંથી લોકો અહી હાજરી આપશે.એન્જિ એકસપોનું આ આયોજન રાજકોટ એન.એસ.આઈ.સી ગ્રાઉન્ડ ખાતે તારીખ ૨૨ ડીસેમ્બરથી લઈને ૨૫ ડીસેમ્બર સુધી યોજનાર છે.જેની વિશેષતા એ રહેશે કે,તેમાં ભારત દેશમાંથી ૫૦,૦૦૦ વિઝિટર, ૧૦,૦૦૦ થી વધુ પ્રોડકટ ડીસપ્લે,૩૦૦થી વધુ સ્ટોલ જોવા મળશે.આ એકિઝબિશન તમે સવારે ૧૦ થી લઈ ને સાંજેના ૬ કલાક સુધી નિહાળવાનો લ્હાવો લઈ શકાશે.

એકિઝબિશનમાં એક જ પ્લેટફોર્મ પરથી વેઈંગ,વેલ્ડિંગ, કટિંગ,મશીન ટૂલ્સ,પાવર ટુલ,હેન્ડ ટુલ,મેટેરીયલ હેન્ડલિંગ, ક્ધસ્ટ્રકશન,ઈલેકિટ્રકલ, ઈલેકટ્રોનિકસ,સોલર, પ્લાસ્ટીક, પેકેજિંગ જેવી વસ્તુઓ રહેશે,તેમાં પણ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીમાં આઈ.ટી.ફાયનાન્સ,હાર્ડવેર પ્રોડકટ,એગ્રીકલ્ચર,ઓટો મોબાઈલ એન્ડ પાર્ટસ,કાસ્ટિંગ ઉપરાંત એર કન્ડિશન, હ્યુમિડિફિકેશન,વેન્ટીલેશન અને એથી પણ વધારે સામગ્રી આ પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

૫૦ હજાર સ્કેવર મીટર એરીયામાં એન્જિએકસપો યોજવામાં આવશે.૮ જુદી-જુદી બિઝનેસ કેટેગરીના ડોમ અવેલેબલ રહેશે,૩૦૦ સ્ટોલ ૯ સ્કેવર મિટરથી લઈને ૭૨ સ્કવેર મીટર સુધીના રહેશે,વિઝિટર ઈન્ડિયા ઉપરાંત વિદેશથી પણ રહેશે,રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ફી એન્ટ્રી રહેશે,૬૫ ટકા જેટલી વસ્તુઓ ૪ દિવસમાં બુક થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.