Abtak Media Google News

બાળકો અને વૃદ્ધોને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લવાયા સફાઈ કરી ફોગિંગ સહિતની કામગીરી કરવાની માંગ

સુરેન્દ્રનગર જીલ્લા મા શિયાળા ની શરૂઆત થઈ ગઈ હતી ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ ખૂબ ઠંડી પડી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ઠંડીના કારણે રોગ ચાળો વક્રિયો છે સુરેન્દ્રનગર જિલ્લા ના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાંરોગ ચાળો વકર્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ઘેર ઘેર માંદગી ના ખાટલા હાલ જોવામળી રહ્યાં છે ત્યારે હોસ્પિટમાં પણ માંદગી ના કારણે અનેક લોકો પોતાની સારવાર કરાવીરહા છે.

ત્યારે શિયાળા મા ઠડી ના કારણે રોગ ચાળો જડપી વકરે છે ત્યારે  શિયાળા ની ઋતુ માં ઠંડી ના કારણે મચ્છર નો ઉપદ્રવ પણ વધી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા મચ્છર જન્ય રોગ મા નોધ પાત્ર વધારો થઈ રહ્યો છે.

ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ધાગધારા ના ભારદ મા એક સાથે ૭ થી વધુ દેગ્યુ ના કેસો નોંધાતા સમગ્ર પંથક માં ચકચાર ફેલાયો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના નાના એવા ધગધરાં મા એક સાથે ડેન્ગ્યુ મા ૭ પોઝિટિવ કેસ દાખલ થયા છે ત્યારે આ ૭ દરદી ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ધ્રાંગધ્રા તાલુકાના ભારદમાં એક સાથે ૭ વ્યકિતઓને ડેન્ગ્યૂ અને ઝેરી મેલેરીયા થતા ગામમાં ચિંતાની લાગણી પ્રસરી છે. ભારદમાં કડકડતી ઠંડી વચ્ચે રોગચાળાએ માઝા મૂકી છે. ગામના શ્રધ્ધાબેન પ્રવીણભાઇ, ભૂમીબેન પ્રવીણભાઇ, વસંતબેન ખુમાનસિંહ, દિવ્યરાજસિંહ ભરતસિંહ, પૃથ્વીરાજસિંહ હરદેવસિંહ, કલ્યાણભાઇ વાલજીભાઇ, ઘનશ્યામભાઇ લક્ષ્મણભાઇને ડેન્ગ્યૂ અને ઝેરી મેલેરીયાની અસર જણાતા સારવાર માટે સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા છે. આ બાબતે ગામના સામાજીક કાર્યકર અનોપસિંહ પરમારે જણાવ્યુ કે, ગામમાં ગંદકીનું પ્રમાણ ખૂબ જ છે. અમારૂ ગામ રેડ ઝોનમાં આવે છે. સફાઇ તથા ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવે તેવી ગ્રામજનોની માગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.