Abtak Media Google News

ચર્ચમાં ચાલુ કાર્યક્રમે હુમલાખોરો ત્રાટકયા: બચાવ કાર્ય સતત શરૂ

જર્મનીના હેમ્બર્ગ શહેરમાં બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં લગભગ સાત લોકોની હત્યા કરી દેવામાં આવી છે તેમજ 20થી લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસનું કહેવું છે કે, હુમલાખોર હજુ પણ બિલ્ડિંગની અંદર મૃત અથવા જીવતો હોઈ શકે છે.

જર્મનીના હેમ્બર્ગ શહેરમાં બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં લગભગ 7 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ગોળીબાર ઉત્તરી જર્મનીના હેમ્બર્ગ શહેરમાં થયો હતો. પોલીસ અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય ચલાવી રહી છે.  પોલીસે ટ્વિટર પર કહ્યું, ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, કેટલાકના મોત પણ થયા છે.

પોલીસે ડિઝાસ્ટર એલર્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આ વિસ્તારમાં “અત્યંત જોખમ” માટે એલાર્મ વગાડ્યું છે. લોકોને ઘરની બહાર ન નીકળવાની ચેતવણી પણ આપવામાં આવી છે. પોલીસે હુમલાગ્રસ્ત ઈમારત પાસેનો રસ્તો બંધ કરી દીધો છે સાથે પોલીસે જણાવ્યું હતું કે, અમારી પાસે ગુનેગારના ભાગી જવાના કોઈ સંકેત નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુનેગાર બિલ્ડિંગમાં છુપાયેલો હોઈ શકે છે અથવા તેનું મૃત્યુ થઈ ગયું હોવાનું અનુમાન છે.

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બિલ્ડિંગની ટોચ પર જોવામાં આવેલો વ્યક્તિ “સંભવત:” ગુનેગાર હતો.  આ ત્રણ માળની બિલ્ડીંગમાં ગુરુવારે સાંજે એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો.જ્યારે શહેરના મેયર પીટર ચાંચરે ટ્વિટર પર ફાયરિંગ અંગે શોક વ્યક્ત કર્યો હતો.  તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2016માં બર્લિનના ક્રિસમસ માર્કેટમાં ઈસ્લામિક ઉગ્રવાદીઓ દ્વારા કરાયેલી સૌથી ભયંકર ટ્રક હડફેટે 12 લોકો માર્યા ગયા હતા.  જેમાં ટ્યુનિશિયન હુમલાખોર આઈએસઆઈએસ જૂથનો સમર્થક હતો.

ખાસ કરીને ઇરાક અને સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ ગઠબંધનમાં તેની સંડોવણીને કારણે યુરોપનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ જેહાદી જૂથો માટે લક્ષ્ય બની રહ્યો છે. ગૃહ મંત્રાલયના ડેટા અનુસાર 2013 અને 2021ની વચ્ચે દેશમાં ખતરનાક ગણાતા ઈસ્લામવાદીઓની સંખ્યા પાંચથી વધીને 615 થઈ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.