Abtak Media Google News

ફાયરિંગમાં ૧૬ લોકોને ગોળી વાગી: હુમલો કરનારે પણ આપઘાત કર્યો

અમેરિકામાં ફાયરિંગના કેસો અટકવાનું નામ નથી લઈ રહ્યા. હવે લોસ એન્જલ્સ કાઉન્ટીના શહેર મોન્ટેરે પાર્કમાં શનિવારની રાત્રે ચીની નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ થયું હતું. જેમાં 16 લોકોને ગોળી વાગી હોવાનું જણાવાઈ રહ્યું છે. જ્યારે કેટલાક લોકોના મોત થયા હોવાના રિપોર્ટ છે. પોલીસે વિસ્તારની ઘેરબંધી કરી લીધી છે અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા છે.

અમેરિકામાં ગન કલ્ચરના વરવા પરિણામો અવાર-નવાર સામે આવતા રહે છે. અહીં ફાયરિંગના બનાવો ઘટવાનું નામ નથી લઈ રહ્યા. કેલિફોર્નિયા રાજ્યમાં ફરી એકવખત અંધાધૂંધ ગોળીબારનો મામલો સામે આવ્યો છે. જેમાં ઓછામાં ઓછા ૧૬ લોકોને ગોળી વાગી છે. ઘટનાની જાણ થતા જ પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા છે. આ ગોળીબાર કેલિફોર્નિયાના મોન્ટેરે પાર્ક પાર્ક શહેરમાં થયો. આ ફાયરિંગમાં ૧૦ જેટલા લોકોના મોત થયાની આંશકા વ્યક્ત કરાઈ રહી છે. ઘટનાને પગલે સમગ્ર શહેરમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો છે. આડેધડ ફાયરિંગ કર્યા બાદ આરોપીએ પોતાના ગનથી જ મોત વ્હાલું કરી લીધું છે.

અમેરિકાના મીડિયાએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, મોન્ટેરે પાર્કમાં ચીની નવા વર્ષની ઉજવણીનું આયોજન કરાયું હતું. શનિવારે રાત્રે લગભગ ૧૦ કલાકે (અમેરિકાના સમય મુજબ) અહીં ફાયરિંગ થયું. આ દરમિયાન અહીં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. ફાયરિંગમાં ઓછામાં ઓછા ૧૬ લોકોને ગોળી વાગી છે. મોન્ટેરે પાર્ક લોસ એન્જલ્સ કાઉન્ટીનું એક શહેર છે, જે લોસ એન્જલ્સના ડાઉનટાઉનથી લગભગ ૭ માઈલ (૧૧ કિમી) દૂર છે. જેમાં એટેક કરનારે પોતે પણ આપઘાત કરી લીધો છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા સોમવારે પણ કેલિફોર્નિયાના ગોશેનમાં એક ઘરમાં ગોળીબાર થયો હતો. જેમાં ૧૭ વર્ષની યુવતી અને ૬ મહિનાના બાળક સહિત છ લોકોના મોત થઈ ગયા હતા. પોલીસે તેને ટાર્ગેટ કિલિંગ જણાવ્યું હતું. તુલારે કાઉન્ટીના શેરિફ માઈક બોઉડ્રીક્સએ જણાવ્યું હતું કે, હાર્વેસ્ટ રોડના ૬૮૦૦ બ્લોકમાં છ લોકોની ગોળી મારી હત્યા કરી દેવાઈ. આ ગોળીબાર કરનારા બે શકમંદો છે, જે હજુ પકડાયા નથી. આ હિંસા નહીં, પરંતુ ટાર્ગેટ કિલિંગ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.