Abtak Media Google News

નેપાળમાંથી આવતી નદીમાં ઉપરવાસ પર થયેલા વરસાદે હોનારત સર્જી

જલપાઈગુડીના માલબજારમાં અચાનક નદીમાં પુર આવતાં 8નાં મોત, અને’અનેકગુમ થયાની આશંકા ના પગલે બચાવ રાહત કામગીરી માં લશ્કર એ જોડાઈને ગુમ થયેલા ઓની ભાલ મેળવવા રેસ્ક્યુ હાથ ધર્યું છે

Advertisement

આ લખાઈ રહ્યું છે ત્યારે હજુઘણા લોકો નદીમાં ફસાયા છે અને ઘણા લોકો ધસમસ્તા પુરમાં તણાઈ ગયા હતા બુધવારે રાત્રે વિજયાદશમી પર મૂર્તિ વિસર્જન દરમિયાન અચાનક પૂરને કારણે માલ નદીમાં તણાઈ જવાથી ઓછામાં ઓછા આઠ લોકો ડૂબી ગયા અને અન્ય ઘણા લોકો ગુમ થઈ ગયા. વિગતો આપતા, સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે 8 મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે અને 10 થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં ચાર મહિલાઓ છે.

જલપાઈગુડીના એસપી દેબર્શી દત્તાએ જણાવ્યું હતું કે નદીમાં ઘણા લોકો ફસાયા હતા અને ઘણા લોકો તણાય ગયા હતા અને 8લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના ગઈકાલે રાત્રે 8/30 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે ભૂટાન બાજુની માલ નદીમાં અચાનક પૂર આવ્યું હતું અને નદીમાં અચાનક પાણીનું સ્તર વધવા લાગ્યું હતું. વિસર્જન સમારોહમાં ભાગ લેવા માટે માલ નદીના કિનારે સેંકડો લોકો એકઠા થયા ત્યારે અચાનક પૂર આવ્યું અને ગભરાટના કારણે અપરાધવી નથી જવા પામી હતી

જલપાઈગુડી જિલ્લા મેજિસ્ટ્રેટ મૌમિતા ગોદરાએ જણાવ્યું હતું કે, * અચાનક પૂર આવ્યું અને લોકો તણાય ગયાહતા. અત્યાર સુધીમાં આઠ મૃતદેહો મળી આવ્યા છે અને અમે લગભગ 50 લોકોને બચાવ્યા છે. તેણીએ જણાવ્યું હતું કે 13 લોકો, જેમને નાની ઈજાઓ થઈ હતી, તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે અને ગઉછઋ, જઉછઋ, પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. સર્ચ ઓપરેશન્સ ડાઉનસ્ટ્રીમ શરૂ થઈ ગયા છે, તેણીએ કહ્યું.  વતન માટ પ્રાથમિક માહિતી મુજબ, મૂર્તિ વિસર્જન માટે ભેગા થયેલા ઓછામાં ઓછા સાત લોકો નદીમાં અચાનક પૂરને કારણે માર્યા ગયા હતા અને ઘણા લોકો લાપતા થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.