Abtak Media Google News

કચ્છ  જિલ્લાના જિલ્લા વહીવટીતંત્ર અને શિક્ષણતંત્ર દ્વારા જિલ્લા કક્ષાના વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી એમ.એસ.વી.હાઈસ્કુલ-માધાપર મુકામે ધારાસભ્ય ડો.નિમાબેન આચાર્ય, જિલ્લા પચાયત પ્રમુખ  પારૂલબેન કારાના વરદ હસ્તે વૃક્ષારોપણ કરીને કરવામાં આવી હતી.

આ વૃક્ષારોપણ કાર્યક્રમ પ્રસંગે જિલ્લાની પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં એક સાથે અંદાજીત એંસી હજાર કરતાં પણ વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ જાગૃતિનો સંદેશ અપાયો હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી.એન.પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી  જે.પી.પ્રજાપતિએ જણાવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના બીટ નિરીક્ષક બી.આર.વકીલ અને  જી.જી.નાકરે તૈયાર કરી હતી જયારે એમ.એસ.વી.હાઈસ્કુલના આચાર્ય  મહેશભાઈ ઝાલા અને તેમની સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

કાર્યક્રમમાં અધિક જિલ્લા કલેકટર કુલદીપસિંહ ઝાલા, જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી.એન. પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી  જે.પી.પ્રજાપતિ, આર.એફ.ઓ. દેસાઈ,  એમ.એસ.વી,હાઈસ્કુલના ટ્રસ્ટી મંડળના મંત્રી અરજણભાઈ ભુડીયા,  જયંતભાઈ માધાપરિયા,  નારાણભાઈ ભુડીયા,  હિરેનભાઈ વાગડીયા,  ભરતભાઈ ગોરસિયા  વગેરે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોવીડ-19ની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું તેવું જિલ્લા શિક્ષણાધિકારી, દ્વારા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.