Abtak Media Google News

PGVCL દ્વારા વીજ અકસ્માતના કારણોનું કરાયું વિશ્લેષણ 

વીજ કંપનીએ લોકોને વીજ સલામતી જાળવવા તથા વીજ અક્સ્માત થાય તેવા બેદરકારી ભર્યા કાર્ય ન  કરવા કરી અપીલ

PGVCL દ્વારા વીજઅકસ્માતનાં કારણોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે .  છે મેાં સૌથી વધુ જાનહાની વીજ પોલ કે ટ્રાન્સફોર્મર સેન્ટર પર અનઅધિકૃત રીતે ચઢાણ કરવાથી તેમજ કોઈપણ વીજવાહક માધ્યમ દ્વારા લાઈનના સંપર્કમાં આવવાથી થાય છે .  તેવું સામે આવ્યું છે. માટે  પીજીવીસીએલે લોકોને વીજ સલામતી જાળવવા માટે તેમજ વીજઅકસ્માત થાય તેવા બેદરકારી ભર્યા કાર્ય ન કરવા માટે નમ્ર અપીલ કરીછે

પીજીવીસીએ PGVCL તેના વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને સલામત રીતે વીજપુરવઠો પૂરો પાડવા કટિબદ્ધ છે . ઘણીવાર અલગ અલગ માનવીય ક્ષતિઓ તેમજ બેદરકારીને કારણે ગંભીર વીજઅકસ્માતો સર્જાતા રહે છે અને જાનહાની થતી રહે છે . હાલમાં PGVCL દ્વારા તેના નેટવર્કમાં થતાં વીજઅકસ્માતના કારણોનું વિશ્લેષણ કરતાં , સૌથી વધુ જાનહાની વીજપોલ / ટ્રાન્સફોર્મર સેન્ટર પર અનઅધિકૃત રીતે ચઢાણ કરતાં તેમજ કોઈપણ વીજવાહક માધ્યમ દ્વારા વીજતાર / લાઈનના સંપર્કમાં આવવાથી થાય છે .

આવી ક્ષતિઓ તેમજ બેદરકારીભર્યા પગલાંને કારણે વીજ અકસ્માતો ન સર્જાય અને કોઈએ જીવ ન ગુમાવવો પડે તે માટે ગ્રાહકો દ્વારા વીજ જોડાણમાં ઈએલસીબી લગાવવી , સાંધા વાળા વીજ વાયરોનો ઉપયોગ ટાળવો તેમજ ઈંજા માર્કા વાળા વીજ ઉપકરણો વાપરવા જેવી સાવધાની રાખવી જરૂરી છે . PGVCL લોકોને વીજસલામતી જાળવવા માટે તેમજ વીજઅકસ્માત થાય તેવા બેદરકારીભર્યા કાર્ય ન કરવા માટે નમ્ર અપીલ કરે છે તેમજ જરૂર જણાય ત્યારે વીજ ફોલ્ટ કે અન્ય કામ જાતે ન કરતાં આપના વિસ્તારની PGVCL પેટા વિભાગીય કચેરી / ફોલ્ટ સેન્ટરનો સંપર્ક કરવા અથવા ટોલ ફ્રી નં . 19122 / 1800 233 155333 નો સંપર્ક કરી કંપનીના કર્મચારી પાસે વીજ ફોલ્ટને લગતું કામ કરાવવા જણાવે છે .

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.