Abtak Media Google News

શું છે રશિયાનો યુક્રેન પર ડોળો ?

છેલ્લા 30 વર્ષનાં સમયગાળામાં થયેલા યુઘ્ધ ‘એનર્જી’ માટે લડાયા છે !!! યુક્રેન લીથીયમનો પ લાખ ટનનો જથ્થો જયારે રશિયા પાસે 1 લાખ ટનનો જથ્થો પડયો છે !!!

છેલ્લા 30 થી 40 વર્ષમાં વિશ્ર્વમાં જે યુઘ્ધ ખેલાય રહ્યા છે તેની પાછળનું મુખ્ય કારણ ‘એન્જી’ છે. પછી તે ઇરાકનું યુઘ્ધ હોઇ, કે પછી કુવૈતનું યુઘ્ધ હોઇ સુદાનનાં જે બે ભાગ થયા તેની પાછળ પણ સૌથી મોટું કારણ જે છે તે ઉર્જા છે. હાલ સમગ્ર વિશ્ર્વની નજર રશિયા-યુક્રેનના યુઘ્ધ ઉપર છે કે, રશિયા-યુક્રેન યુઘ્ધમાં સોના કરતા પણ વધુ ઝકળઝાર વાળા સફેદ સોનાને હાંસલ કરવા માટે યુઘ્ધ ચાલી રહ્યું હોઇ, વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા પણ ઉર્જા ઉપર મહદ અંશે નિર્ભર રહેતું હોઇ છે. ત્યારે જે દેશ ઉર્જા ક્ષેત્ર ક્રાંતિ સર્જવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવી શકતુ હોઇ તો તે સફળતાનાં શિખરો સર કરી શકે છે.

ઉર્જા ક્ષેત્રે હાલ રશિયાનો ડોળો યુક્રેન પર જોવા મળી રહ્યો છે. જેનું સૌથી મોટું કારણ એ છે કે, રશિયા પાસે હાલની સ્થિતિએ 1 લાખ ટન લીથીયમ ઓકસાઇડનો જથ્થો છે, તો સામે યુક્રેન પાસે પ લાખ ટન લીથીયમનો જથ્થો છે.આ તકે રશિયાએ પણ ઇચ્છી રહ્યું છે કે, તે યુક્રેન સામે જીત હાંસલ કરે લીથીયમના જથ્થાને પોતાના તરફ હસ્તગત કરે લીથીયમનો ઉપયોગ દરેક ઇલેકટ્રોનીક ઉપકરણોમાં મહત્વપૂર્ણ રીતે થતો હોઇ છે. હાલ સમગ્ર વિશ્ર્વ ઇલેકટ્રીક વાહનો પર જોર અને ઘ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

તો આ સ્થિતિ આગામી સમયમાં યથાવત રહે તો વિશ્ર્વમાં યુક્રેનનું મહત્વ ખુબ જ વધી જશે. કારણ વિશ્ર્વનાં અન્ય દેશોની સરખામણીમાં યુક્રેન પાસે પુરતો જથ્થો પડયો છે.વૈશ્ર્વિક ફલક ઉપર એ વાતનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2040માં 90 ટકા ઉર્જા ઉત્પાદનમાં લીથીયમનો ઉપયોગ કરવામાં આવશે. અને હાલ જે માંગ છે તેમાં પણ પ1 ગુણો વધારો નોંધાશે તો નવાઇ નહિ. એવું પણ નથી કે લીથીયમનો જથ્થો ઓછો છે. પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે લીથીયમનો જે રીતે બહાર લાવવામાં આવું જોઇએ તે પ્રક્રિયા ખુબ જ જટીલ છે. જેથી અનેક દેશો લીથીયમ માઇનીંગ માટે રોકાણ કરવા તૈયાર થતાં નથી.

તજજ્ઞોનું માનવું છે કે, યુક્રેનનાં પૂર્વી ભાગમાં લીથીયમનો જથ્થો પ લાખ ટને જેટલો છે. જો યુક્રેન આ મુદે ગંભીરતા દાખવે જો યુક્રેન તેમનો જથ્થો વધારો પણ શકે છે. જરુરી વાત તો એ છે કે હજુ પણ યુક્રેને લીથીયમને બહાર કાઢવા માટે માઇનીંગની કામગીરી શરુ કરી નથી. પ્રાપ્ત માહીતી મુજબ યુક્રેન હાલ એ વાત ઉપર સતત ચિંતા કરી રહ્યું છે અને એ મુદ્દે વિચારણા પણ ચાલી રહી છેકે અન્ય દેશો યુક્રેનમાં  આવી માઇનીંગની કામગીરી શરુ કરે જેના માટે ઇ-ઓકશન પણ શરુ કરવામાં આવશે.

વર્ષે 2021માં યુક્રેન યુરોપીયન યુનિયન સાથે કરાર કર્યા હતા, પરિણામે ચાઇના ઉપરની નિર્ભરતા પણ ઘટી હતી આ તમામ મુદ્દાને ઘ્યાને લેતા રશિયાએ બોર્ડર એરિયા પર સૈન્યનો ખડકલો કરી દીધો છે. જેથી લીથીયમનો જથ્થો કોઇ બહાર ન કાઢી શકે. બીજી તરફ રશિયાએ યુક્રેનના જે બે દેશોને હસ્તગત કર્યા છે તે બન્ને દેશોમાં લીથીયમનો પૂરતો જથ્થો રહેલો છે. જેથી એ વાત સ્પષ્ટ કે રસિયાનો ડોળો યુક્રેનનાં લીથીયમ જથ્થા પર રહેલો છે.

લીથીયમ જથ્થાને રશિયાનાં પ્રમુખ જણાવ્યું હતું કે, લીથીયમ એક એવું મેટલ છે જેને માયનીંગ મારફતે બહાર લાવી શકાઇ, પરંતુ તે પણ લીથીયમના જથ્થા ઉપર નિર્ભર રહેલું છે. પરંતુ રશિયામાં જે લીથીયમનો જથ્થો પડેલો છે. તેને બહાર કાઢવું ખુબ જ ખર્ચાળ છે, ત્યારે યુક્રેનમાં જે જથ્થો પડેલો છે, તેને સરળતાથી બહાર લાવી શકાઇ. જેને ઘ્યાને લઇ રશિયાની નજર યુક્રેનનાં લીથીયમ ઉપર રહેલી છે.

બીજી તરફ રશિયામાં રહેલું લીથીયમ પૂર્વી સાયબેરીયામાં છે, જેમાં ખુબ જ સમય લાગી જતો હોઇ છે. બીજી તરફ રશિયા પાસે જે લીથીયમ પડેલું છે. તે કયું લીથીયમ છે તેનો પણ અંદાજો નથી. આ તકે હાલ રશિયા પાસે જે વિકલ્પ છે એ એજ છે કે, રશિયા યુક્રેનના લીથીયમ જથ્થાને હસ્તગત કરે, અને પોતાનું આધીયત્વ વૈશ્ર્વિક ફલક ઉપર ઉભું કરે અંતમાં આ તમામ મુદ્ાઓનો સારાંશ એજ છે કે હાલ જે યુઘ્ધ ચાલી રહ્યું છે. તે ઉર્જા માટે પોતાનું આધીપત્ય ઉજાગર કરવા માટેનો છે. જેને ઘ્યાને લઇ વિશ્ર્વનાં દેશો દ્વારા યુઘ્ધ ખેલવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.