Abtak Media Google News

કોઈપણ દેશની અર્થવ્યવસ્થા ત્યારે જ બેઠી થઈ શકે જયારે ઉધોગોની સાથે લઘુ અને મધ્યમ ઉધોગો વિકાસરથ ઉપર આ‚ઢ થતા હોય. ભારત દેશમાં ઘણાખરા લઘુ અને મધ્યમ ઉધોગો છે કે જે મોટા ઉધોગોને અનેકવિધ રીતે મદદગાર સાબિત થતા હોય છે. બીજી તરફ દેશમાં એમએસએમઈ ક્ષેત્રમાં પણ આર્થિક રીતે મુશ્કેલીનો સામનો પણ ઘણા ઉધોગકારોએ કરવો પડયો છે. આંકડાકિય માહિતી મુજબ મોટા ઉધોગોએ હાલ ૩.૩ લાખ કરોડ રૂપિયા એમએસએમઈ ક્ષેેત્રના જકડી રાખ્યા હોય તેવું સ્પષ્ટપણે સામે આવ્યું છે. બીજી તરફ નામાંકિત કંપની જેવી કે ટાટા સ્ટીલ, એશિયન પેઈન્ટ જેવી કંપનીઓ ૩૦ થી ૪૫ દિવસની સમયમર્યાદા માટેની ક્રેડિટ લીમીટ માંગતી હોય છે. અનેકવિધ સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જો એમએસએમઈ ક્ષેત્રનું બાકી રહેતું ૫૦ ટકાનું પેમેન્ટ જો મોટી કંપનીઓ છુટુ કરે તો આ ક્ષેત્રને ૧.૬ લાખ કરોડ રૂપિયાનો ફાયદો થશે અને આ ક્ષેત્રમાં તરલતા પણ જોવા મળશે.

એમએસએમઈ ક્ષેત્રે મુખ્યત્વે તરલતા ઉપર નિર્ભર રહેતું ક્ષેત્ર છે જેમાં લોકડાઉન પૂર્વે પણ આજ ક્ષેત્રની હાલત અત્યંત કફોડી જોવા મળતી હતી. તરલતાનાં અભાવે ક્ષેત્રનો જે વિકાસ થવો જોઈએ તે થઈ શકતો ન હતો અને બીજી તરફ ક્રેડિટ લીમીટમાં પણ અનેકગણો વધારો થતા મોટુ પેમેન્ટ પણ એમએસએમઈ ક્ષેત્રનું બાકી રહેતું હતું. આ તમામ પરિસ્થિતિને ધ્યાને લઈ ચાલુ વર્ષમાં એમએસએમઈ ક્ષેત્રમાં ૨૫ ટકાથી વધુની નુકસાની આવે તેવી પણ શકયતા સેવાઈ રહી છે. નાના ઉધોગોમાં હાલ તરલતાનો અભાવ જોવા મળે છે. મોટા ઉધોગોની જેમ એમએસએમઈ ક્ષેત્ર એવો ઉધોગ છે કે જેના માટે તરલતા હોવી અત્યંત જરૂરી છે. તરલતાનાં અભાવે ક્ષેત્ર સહેજ પણ વિકાસ કરી શકતો નથી. સરકારે આ બાબત ધ્યાને લઈ જે ૨૦ લાખ કરોડનું જે પેકેજ જાહેર કર્યું છે જેમાં સૌથી વધુ એમએસએમઈ ક્ષેત્ર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે, મોટા ઉધોગોની સાથોસાથ નાના ઉધોગોને બેઠા કરવા માટે અનેકવિધ વિકાસલક્ષી નિર્ણય લેવાની જ‚રીયાત ઉભી થઈ છે. એમએસએમઈ ક્ષેત્રની આર્થિક સ્થિતિ લોકડાઉન પૂર્વે પણ નબળી જોવા મળતી હતી ત્યારે કોરોના બાદ નબળી સ્થિતિમાં અત્યંત વધારો નોંધાયો છે જો દેશે આર્થિક રીતે ઉન્નતિ કરવી હોય તો એમએસએમઈ ક્ષેત્રને બેઠુ કરવું એટલું જ જરૂરી છે જો એમએસએમઈ ક્ષેત્રને મજબુત નહીં બનાવાય તો ઉધોગોને તેની માઠી અસરનો પણ સામનો કરવો પડશે. હાલ ભારત દેશની અર્થવ્યવસ્થા અને દેશની આર્થિક સ્થિતિ નબળી જોવા મળી રહી છે ત્યારે આ ક્ષેત્રને બેઠુ કરવા માટે સરકાર દ્વારા પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. એમએસએમઈ ક્ષેત્રે મોટા ઉધોગો માટે કરોડરજજુ સમાન છે અને ઉત્પાદનમાં વધારો કરવો એ એમએસએમઈ ક્ષેત્ર માટે એટલું જ મહત્વનું છે. આ કાર્ય ત્યારે જ શકય બનશે જયારે લઘુ અને મધ્યમ ઉધોગો ક્ષેત્રની આર્થિક સ્થિતિ મજબુત થાય.

લઘુ અને મધ્યમ ઉધોગોને આર્થિક રીતે બેઠો કરવા સરકારે ૭૫ હજાર કરોડ રૂપિયાનો બુસ્ટર ડોઝ આપશે

નાણા મંત્રાલય દ્વારા લઘુ અને મધ્યમ ઉધોગોેને વિકસિત કરવા અને બેઠુ કરવા માટે ૭૫ હજાર કરોડ રૂપિયાની લોનની યોજનાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે એમએસએમઈ ક્ષેત્ર માટે ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરેન્ટી સ્કીમને અમલી બનાવી છે. આ યોજના હેઠળ સરકારે બેંકનાં સહયોગથી ૩૨,૮૯૪ કરોડ રૂપિયાની ચુકવણી કરી દીધેલ છે. ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરેન્ટી સ્કીમ હેઠળ પબ્લીક સેકટર બેંક અને પ્રાઈવેટ બેંક સંયુકત ઉપક્રમે ૭૫,૪૨૬ કરોડ રૂપિયાની સહાય કરશે જેમાંથી હાલ બેંકોએ ૩૨,૮૯૪ કરોડ ‚પિયા લઘુ અને મધ્યમ ઉધોગોને આપ્યા છે. આ યોજના હેઠળ નાણા મંત્રાલય દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પબ્લીક સેકટરની ૧૨ બેંકો અને પ્રાઈવેટ સેકટરની ૧૬ બેંકો એમએસએમઈ ક્ષેત્રને વિકસિત કરવા માટે લોનની સહાય આપશે. સરકારે આ વાતને ધ્યાને લઈ ૨૧ મેના રોજ કેબિનેટ દ્વારા પણ અતિરેક ૩ લાખ કરોડ રૂપિયા ૯.૨૫ ટકાનાં ક્ધસેશન દરથી એમએસએમઈ ક્ષેત્રને લોન આપવાની મંજુરી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.