Abtak Media Google News

હાલમાં અમદાવાદ ખાતે અભ્યાસ કરતી જૂનાગઢની  યુવતીને જૂનાગઢના એક યુવકે પ્રેમજાળમાં ફસાવી, હરી ફરી તમામ મર્યાદાઓ ઓળંગી, અને બાદમાં યુવકના પરિવારજનો તથા મિત્રો દ્વારા આ યુવતીને મારી નાખવાની ધમકી આપ્યાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પ્રેમ આંધળો છે, એ વાત તો સંભળાય છે પરંતુ પ્રેમમાં પડયા પછી કેવા કડવા અનુભવો થાય છે તેનો એક કિસ્સો જૂનાગઢમાં બહાર આવવા પામ્યો છે, જેમાં જૂનાગઢની એક યુવતીને જૂનાગઢના એક યુવક સાથે પ્રેમસંબંધ થઈ ગયો હતો અને આ યુવતી સાથે યુવકે તેના લગ્ન છુપાવી યુવતીને અનેક સ્થળોએ ફરવા પણ લઈ ગયો હતો, ત્યારે યુવતી પણ પ્રેમમાં અંધ બની ગઈ હતી અને બંને તમામ મર્યાદાઓઓળંગી ગયા હતા.

બાદમાં આ યુવતી જૂનાગઢ આવી હતી અને તેના પ્રેમીને એક યુવતી સાથે બાઈક ઉપર જોઈ જતા આ પ્રેમી યુવતીને શંકા ગઈ હતી અને તેમણે યુવક પાસે ખુલાસો પૂછતા બાઈક પર બેઠેલી તેમની મામાની દીકરી હોવાનું જણાવ્યું હતું, પરંતુ આ યુવતીએ તપાસ કરતા આ યુવકના લગ્ન થઇ ગયા હોવાનું અને બે બાળકો પણ હોવાનું જાણવા મળ્યું હતુ, બાદમાં આ યુવતીએ યુવક સાથે છેલ્લા છ માસથી સંબંધ તોડી નાખ્યો હોવાનું જણાવી રહી છે.

આ દરમિયાન યુવકના પરિવારજનોને અમદાવાદમાં અભ્યાસ  કરતી જૂનાગઢની યુવતી સાથેના પ્રેમસંબંધની જાણ થઈ જતા યુવક તથા તેના પરિવારજનોએ ધમકી આપવાનો શરૂ કર્યું હતું અને સંબંધની ક્યાંય વાત કરીશ કે ફરિયાદ કરીશ તો તને મારી નાખશું તેવી ધમકી આપતા જૂનાગઢની યુવતી રેખાબેન જેન્તીભાઈ ઝિંઝુવાડીયા (ઉંમર વર્ષ ૨૩) એ જૂનાગઢ શહેરના દિપાંજલી વિસ્તારમાં રહેતા કેતન નામના યુવક તથા તેમના પરિવારના સભ્યો તથા અન્ય બે મિત્રો સામે ધમકી આપ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જુનાગઢ પોલીસે યુવતીની ફરિયાદના આધારે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હોવાનું પણ જાણવા મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.