Abtak Media Google News

જી. જી. હોસ્પિટલમાં 45 બેડનો વોર્ડ મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે શરુ કરાયો છે. જામનગર શહેર સહિત રાજયભરમાં કોરોનાનો બીજો રાઉન્ડ હજુ યથાવત છે. ત્યાં મ્યુકરમાઈકોસિસ રોગનો પ્રસરાવ વધતા આરોગ્ય તંત્ર સામે વધુ એક વિડંબણા આવી છે. જામનગરમાં દિવસ દરમિયાન 700 ઉપરાંત દર્દીઓ નોંધાઈ રહ્યાં છે. ત્યારે આ નવી બિમારી સતત આગળ વધતા નવી ચિંતા પ્રસરી છે. જામનગરની જી. જી. હોસ્પિટલમાં 45 બેડ મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે વોર્ડ શરુ કર્યો છે. હાલ અહી 10 જામનગર જીલ્લાના અને 1 પોરબંદરના દર્દી સારવાર લઇ રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં જામનગરમાં મ્યુકરમાઈકોસિસના 20 જેટલા દર્દીઓ નોંધાયા છે. કોરોના થયા બાદ શરીરની રોગપ્રતિકારક શકિત ઓછી હોવાથી આ રોગ થવાની શકયતા રહેતી હોવાનો તબીબોએ મત વ્યક્ત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.