Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલીકાના તથા રાજકોટ શહેર પોલીસ દ્વારા યોજાનાર આગામી તા.૧૮ના રોજ મેરેથોન ૨૦૧૮ યોજાનાર છે. જેનું ફલેગ ઓફ રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે.

મેરેથોન ૨૦૧૮ની તૈયારીના ભાગરૂપે આજે મુલાકાત લેવામાં આવી હતી સ્થળ મુલાકાતમાં મેયર ડો. જૈમન ઉપાધ્યાય ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ, સમાજ કલ્યાણ કમિટીના જયમીન ઠાકર, મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાની, આયકર વિભાગના જોઈન્ટ ડાયરેકટર પંકજ શ્રીવાસ્તવ, ડે.મિશ્નર બી.બી.ગુપ્તા, મ્યુનિ. ડે. કમીશ્નર સી.કે. નંદાણી સીટી એન્જીનીયર ચિરાગ પંડયા, સુરક્ષા અધિકારી બી.કે. ઝાલા, ટ્રાફીક પી.આઈ. ઝાલા એડી સીટી એન્જીનીયર ભાવેશ જોષી, ગોહિલ આસી. કમિશ્નર હર્ષદ પટેલ, કગથરા, ધડુક, વાસંતીબેન પ્રજાપતિ, આરોગ્ય અધિકારી ડો. ચુનારા, ચીફ ફાયર ઓફીસર ઠેબા, રોશની વિભાગના દેથરીયા, પર્યાવરણ અધિકારી નિલેશ પરમાર આસી. પર્યાવરણ ઈજનેર જીંજાળા, પ્રજેશ સોલંકી પી.એ.ટુ. કમિશ્નર ચુડાસમા, પી.એ.ટુ. મેયર કે.એચ.હિંડોચા, ટી.પી. વિભાગના અઢીયા, રોશનીના જીવાણી આસી. મેનેજર અમિત ચોલેરા, સ્ટોર સંચાલક ઉનાવા તેમજ જુદા જુદા વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.