જેતપૂરના કેરાળી ગામે આડા સંબંધમાં પરિણીત યુવકની હત્યા

૨૦ દિવસ પૂર્વે દારૂ પીવડાવી માર મારી કુવામાં ફેંકી મોતને ઘાટ ઉતાર્યા ઘટનાનો વિરપૂર પોલીસે ભેદ ઉકેલ્યો: આરોપી સકંજામાં

જેતપૂર તાલુકાના કેરાળા ગામની સીમમાં ૨૦ દિવસ પૂર્વે કુવામાંથી શ્રમિક યુવકની મળેલ લાશનો પોલીસે ભેદ ઉકેલી પત્ની સાથે આડા સંબંધમાં શ્રમિકને મારમારી કુવામાં ફેંકી દીધાનો વિરપૂર પોલીસ મથકને સફળતા મળી છે. પોલીસે એક શખ્સની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની પ્રાપ્ત વિગત મુજબ ગત તા.૨૭ નવે.ના રોજ નિલેશભાઈનો કુવામાંથી મૃતદેહ મળી આવતા પોલીસે એ.ડી દાખલ કરી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી વિરપૂર પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો હતો.વાલીયા ગામના વતની અને હાલ જેતપૂર તાલુકા કેરાળી ગામે વજુભાઈ ભીખાભાઈ બાલધાની વાડીમાં રહી પેટયું રળતા નિલેશ રણછોડ વસાવા નામના શ્રમિક યુવકની તેના ગામના વિનુ દિપસીંગ વસાવા નામના યુવકે આડા સંબંધની શંકાએ દારૂ પીવડાવી મારમારી અને કુવામાં ધકકો માર મોતને ઘાટ ઉતાર્યાની વિરપૂર પોલીસ મથકમાં મૃતક નિલેશ વસાવાની પત્ની કૈલાશ બેન એ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિનુ દિપસંગ વસાવાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમા વિનુ વસાવાને મૃતક નિલેશ વસાવા બંને ભરૂચ જિલ્લાનાં વાલીયા તાલુકાના ગુંદીયા ગામના રહેવાસી બંને પેટીયુ રળવા માટે જેતપૂરનાં કેરાળી ગામે વજુભાઈ ભીખાભાઈની વાડીમાં રહી મજૂરી કામ કરે છે. ત્યારે પરિણીત નિલેશ વસાવાને આરોપી વિનુ વસાવાની પત્ની સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટયા હતા. તે ધીરેધીરે આડા સંબંધમાં પરિણમતા તેની જાણ વિનુને થતા વિનુ વસાવાએ નિલેશ વસાવાને પતાવી દેવા માટે ઘડેલા પ્લાન મુજબ વિનુ વસાવાએ નિલેશ વસાવાને વાડીએ દારૂની પાર્ટી માટે બોલાવી ચિકાર દારૂ પીવડાવી વિનુ વસાવાએ પત્ની સાથેના આડા સંબંધ અંગે નિલેશ વસાવા સાથે બોલાચાલી કરી મારમારી કુંવામાં ફેંકી દીધાની કબુલાત આપી હતી મૃતક અને આરોપી પિતરાઈ ભાઈ થતા હોવાની અને મૃતકને સંતાનમાં ૧ પુત્ર અને બે પુત્રી છે.