Abtak Media Google News

હેમુગઢવી હોલ ખાતે કલાકારો શ્રીકાંત નાયર, રીના ગજજર, તુષાર ગોસાઈ, સંજય ટાંક, પ્રિતી ભટ્ટ રેલાવશે સુમધુર સુર: કલબનાં હોદેદારો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

રાજકોટ સીટી વુમન્સ કલબની સભ્ય બહેનો માટે વર્ષ ૨૦૧૯નું ધમાકેદાર છઠ્ઠો કાર્યક્રમ આગામી શુક્રવારે બપોરે ૩:૩૦ કલાકે હેમુગઢવી હોલ ખાતે યોજાશે. સુપર મ્યુઝીકલ ઈવેન્ટ ‘સુરીલી સફર’માં નવી-જુની ફિલ્મનાં ગીતો નામાંકિત કલાકારો દ્વારા ગવાશે. ખ્યાતનામ સિંગર શ્રીકાંત નાયર (વોઈસ ઓફ રફી કિશોર), રીના ગજજર (વોઈસ ઓફ લતા), પ્રિતી ભટ્ટ (વોઈસ ઓફ આશા ઉશા), સંજય ટાંક (વોઈસ ઓફ કિશોર), ઓરર્કેસ્ટ્રા તુષાર ગોસાઈ વગેરે કલાકારો ઈવેન્ટમાં સંગીતની રમઝટ બોલાવશે.

સીટી વુમન્સ કલબનાં પ્રમુખ પ્રફુલાબેન મહેતા કમિટીનાં સથવારે સભ્ય બહેનો માટે મનગમતા કાર્યક્રમો રજુ કરે છે. આ કલબનો એક જ ધ્યેય છે કે, દરેક સભ્ય બહેનો મોજ-મસ્તી કરે અને આનંદ માણે. અગાઉ પણ પીકનીક, હાસ્ય દરબાર, નાટક સહિતનાં કાર્યક્રમો યોજયા હતા. રાજકોટ સીટી વુમન્સ કલબમાં મેમ્બરશીપ માટે નામ નોંધણી ચાલુ હોય આ કલબમાં જોડાવવા ઈચ્છુક બહેનો (મો.નં.૯૪૨૮૮ ૯૦૨૭૭) પર સંપર્ક કરી શકે છે. દરેક કાર્યક્રમોને સફળ બનાવવા માટે પ્રમુખ પ્રફુલાબેન મહેતા, ઉપપ્રમુખ ઈન્દિરાબેન ઉદાણી, ચેરમેન મીનાબેન વસા, વાઈસ ચેરમેન બિંદુબેન મહેતા, સેક્રેટરી દિનાબેન મોદી, જોઈન્ટ સેક્રેટરી દર્શનાબેન મહેતા, એડવાઈઝર નીતાબેન મહેતા, કલ્પનાબેન પારેખ, પ્રિતીબેન ગાંધી, અલ્કાબેન ગોસાઈ વગેરેએ જહેમત ઉઠાવે છે. સુરીલી સફર ઈવેન્ટને સફળ બનાવવા કલબની આગેવાન બહેનોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.