Abtak Media Google News

હેમુ ગઢવી હોલમાં પ્રસિધ્ધ કલાકાર ડોલર ઉપાધ્યાય, વિપુલ રાઠોડ, જલ્પા હરસોડા, પૂર્ણિમા કુસારી સુમધુર સંગીતની રસથાળ પીરસશે

ફેન્ડસ કલબ અને સૌરાષ્ટ્ર ડેવલોપર્સ પ્રા.લી. દ્વારા તા.૫ને શુક્રવારના રોજ રાત્રે ૯ વાગ્યે હેમુગઢવી હોલ ખાતે “આજહુના આયે બાલમા નામક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના સુપ્રસિધ્ધ કલાસીકલ સિંગર ડોલર ઉપાધ્યાય, વિપુલ રાઠોડ, જલ્પા હરસોડા અને પુર્ણિમા કુસારી પોતાના સુમધુર કંઠથી રાજકોટવાસીઓને સંગીતમાં તરબોળ કરી દેશે.

આયોજનમાં આશિર્વાદ આપવા માટે તેમજ સન્માન માટે રજનીશગીરી બાપુ, જીમ્મીભાઈ અડવાણી, ડો.પ્રિયંકા સુતરીયાનું સન્માન સમારોહ ફેન્ડસ કલબ રાજકોટ તથા સૌરાષ્ટ્ર ડેવલોપર્સ પ્રા.લી. દ્વારા આ એક સુંદર મ્યુઝીકલ નાઈટ્સ આયોજન કરવામાં આવ્યું છે અને ફેન્ડસ કલબ દ્વારા હંમેશા કાંઈક અવનવા પ્રોગ્રામો બાળકો માટે, વૃધ્ધાશ્રમના વડીલો, દિવ્યાંગ બાળકો, નિરાશ્રીત બાળાઓ માટે થતા જ હોય છે. દિવ્યાંગ બાળકો અને વૃધ્ધાશ્રમના વડીલો માટે હોય છે.

કાર્યક્રમનો સફળ બનાવવા માટે ફેન્ડસ કલબના ચેરમેન ડો.મનીષ ગોસાઈ, ચેરમેન જયેશભાઈ કતીરા, પેટર્ન લીનાબેન ટી.વખારીયા, પ્રમુખ વજુભાઈ ગઢવી, મહામંત્રી વિપુલભાઈ રાઠોડ, સંદિપભાઈ પારેખ, ભરતભાઈ પિત્રોડા, સમીરભાઈ જાવીયા, હેતલબા ઝાલા, પા‚લબેન ભટ્ટ, જાગૃતિબેન રાચ્છ, નિકિતાબેન પટેલ, સુરેશભાઈ પટેલ, સંદિપભાઈ વાડોદરીયા, કમલેશભાઈ ત્રિવેદી, કૈલાસભાઈ નકુમ, ડો.કેતન ત્રાંબડીયા વિગેરે કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.