Abtak Media Google News

કરીયાણાની દુકાને લાઈનમાં ઉભેલા હઝબા પદ્મશ્રી મળ્યાના સમાચાર સાંભળી ચોકી ગયા

શેરી-ગલીઓમાં, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર સંતરા વેંચીને તેમાંથી મળતી આવકી ગરીબ વિર્દ્યાીઓને શિક્ષણ આપનાર સમાજ સેવીને ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરી નવાજયા છે. નાનાી લઈ મોટા માણસને અતુલ્ય કામ બદલ સન્માનીત કરવાની આ લાક્ષણીકતા સાચી લોકશાહીની વાત કહી જાય છે. કર્ણાટકમાં સંતરાનું વેંચાણ કરતા હરેકલા હઝબાને સરકારે દેશનો શ્રેષ્ઠ ગણાતા ચોથા નંબરનું સીવીલીયન સન્માન આપ્યું છે.

7537D2F3 15

હરકલા હઝબા પોતાના ગામડે ગરીબ બાળકોને દાયકાઓી શિક્ષણ આપી રહ્યાં છે. આ શિક્ષણ પાછળ તો ખર્ચ તેઓ પોતે ચુકવે છે. બાળકોને શિક્ષણ આપવા માટે તેણે પોતાની તમામ બચત વાપરી નાખી છે. આ ઉપરાંત શાળા ચલાવવા માટે લોન પણ લીધી હોવાનું જાણવા મળે છે. અહીં એ વાત પણ નોંધનીય છે કે, બાળકોને શિક્ષણ આપતા હઝબાએ પોતે ક્યારેય પ્રામિક શિક્ષણ મેળવ્યું ન હતું. તેણે વર્ષ ૨૦૦૦ી બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેની પાસે શિક્ષણ માટે આવતા બાળકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી ગઈ હતી. અત્યાર સુધીમાં તેણે હજારો બાળકોને શિક્ષણ આપ્યું છે. અહીં નોંધનીય છે કે, હઝબાને જ્યારે પદ્મશ્રી એવોર્ડી સન્માનવાનો નિર્ણય લેવાયો ત્યારે તેઓ કરીયાણાની દુકાને લાઈનમાં ઉભા હતા. તેમને આ સન્માન ભારત સરકાર દ્વારા આપવામાં આવશે તેવા સમાચાર સાંભળતા તેઓ ખુશ યા હતા. બાળકોને શિક્ષણ આપવાની પ્રેરણા તેઓએ વિદેશીઓ સો વાતચીતમાં પોતાને યેલી તકલીફ બાદ મળી હતી. ફળ વેંચતી વખતે તેઓને વિદેશીએ ભાવ પુછયો હતો પરંતુ તેઓ જવાબ આપી શકયા ન હતા. ત્યારબાદ આવી સ્થિતિ બાળકો સો ન આવે તે માટે તેમને પ્રેરણા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.