Abtak Media Google News

નાગરિકોની સુવિધા માટે ચૂંટણી પંચ દ્વારા ઇલેકટ્રોનિક ફોટો આઇડેન્ટીટી કાર્ડ લોન્ચ કરાયું

ચૂંટણી પંચ દ્વારા પ્રતિવર્ષ મતદારોની યાદી જાહેર કરવામાં આવે છે. તેના ભાગ‚પે જિલ્લામાં નવેમ્બર-૨૦૨૦ થી જાન્યુઆરી -૨૦૨૧ દરમિયાન ૪૨,૧૧૫ નવા મતદારો નોંધાયા છે.

વૈશ્વિક મહામારીને ધ્યાને રાખીને તથા નાગરીકોની સુખાકારીને ધ્યાને રાખીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા e-EPIC (electronic-Electoral Photo Identity Card) લોન્ચ કરવામાં આવ્યું છે. જે મુજબ ભારતના મતદારો માટે ઈલેક્ટ્રોનિક ચુંટણી કાર્ડ દ્વારા જનરેટ કરવામાં આવશે. જેને ડાઉનલોડ કરીને ડિજીટલી સાચવી શકાશે. ડાઉનલોડ કરવા માટે www.nsvp.in,www. voterportal. eci. gov.in બ્રાઉઝર પરથી તથા OTER HELPLINE  નામની એન્ડ્રોઈડ એપ્લીકેશન પરથી મતદારો પોતાનું ડાઉનલોડ e-EPIC ડાઉનલોડ કરી શકશે. ચૂંટણી પંચ દ્વારા પ્રતિવર્ષ ૧ જાન્યુઆરીની સ્થિતિએ સમગ્ર જિલ્લાના મતદારોની યાદી જાહેર કરવામાં આવે છે. જે મુજબ રાજકોટ જિલ્લામાં તા. ૦૯-૧૧-૨૦૨૦ની સ્થિતિએ કુલ ૨૧,૮૭,૫૭૬ મતદારો નોંધાયા છે. જે પૈકી ૧૧,૩૭,૬૧૮ પુરૂષો અને ૧૦,૪૯,૯૩૧ મહિલા મતદારો નોંધાયા હતા. ઉપરોક્ત યાદીમાં કુલ ૪૨,૧૧૫ જેટલા નવા મતદારો નોંધાયા છે જે પૈકી ૨૨,૨૪૫ પુરૂષો અને ૧૯૮૪૧ મહિલા મતદારો નવા નોંધાયા છે. હાલમાં તા. ૧૫-૦૧-૨૦૨૧ની સ્થિતિ મુજબ રાજકોટ જિલ્લામાં કુલ ૨૨,૨૯,૬૯૧ મતદારો છે. જેમાં ૧૧,૫૯,૮૬૩પુરૂષો અને ૧૦,૬૯,૭૭૨ મહિલા મતદારો છે. ેવર્તમાન પરિસ્થિતી મુજબ રાજકોટ શહેરની વિધાનસભા સીટ ૬૮ પૂર્વમાં ૬૬૮૫, વિધાનસભા સીટ ૬૯ પશ્ર્ચિમમાં ૬૧૬૫ અને વિધાનસભા સીટ ૭૦ દક્ષીણમાં ૩૫૧૯ એમ થઈને કુલ ૧૬,૩૬૯ જેટલા નવા મતદારો નોંધાયા છે. જ્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારની વિધાનસભા સીટ ૭૧ રાજકોટ ગ્રામ્ય(એસ.સી) માં ૧૦,૮૯૦, વિધાનસભા સીટ ૭૨ જસદણમાં ૫૫૩૬, વિધાનસભા સીટ ૭૩ ગોંડલમાં ૨૦૧૨, વિધાનસભા સીટ ૭૪ જેતપુરમાં ૩૭૩૧, વિધાનસભા સીટ ૭૫ ધોરાજીમાં ૩૫૭૭ એમ થઈને કુલ ૨૫,૭૪૬ જેટલા નવા મતદારો નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.