Abtak Media Google News

ખાસ સ્રીઓ માટે કરાયેલી આ શોધ શું તમને પણ કઈક અજુગતી લાગે છે…???

સ્ત્રીના આનેક રૂપ હોય છે, અને જયારે પણ સ્ત્રીની વાત આવે ત્યારે પહેલી વાત શૃંગારની આવે છે. અત્યારના આધુનિક સમયમાં તો ફેશન એટલે જે તમે કઈક નવીન કરો એ ફેશન જ ગણાય જાય છે. જયારે એક સમય એવો પણ હતો જેમાં લોકો કઈ પણ વિરોધાભાસી કે કઈક અલગ કરવાની કોશિશ કરે તો પણ તે હસીને પાત્ર બનતા હતા, પહેલાના જમાનાની ફિલ્મોના હીરો કે હિરોઈનના કપડાં જોઈએ તો પણ હસવું આવતું પરંતુ હવે એવું નથી રહ્યું. અહીં એવી જ અજીબોગરીબ શોધ વિષે વાત કરીશું જે માત્ર સ્ત્રીઓ માટે જ શોધાઈ છે અને જેને જોઈને કંઈક અલગ જ લાગણી અનુભવાય છે.

Whatsapp Image 2023 08 05 At 3.27.54 Pm

LED આઈ લેશિષ…

તમે અનેક મોડેલ અને માનુનીઓને આ LED આઈ લેશિષમાં જોઈ હશે, પરંતુ એ મોડેલિંગ અને ફેશન શો પૂરતું જ સારું લાગે એવું છે. કારણ કે કોણ આ રીતે લાઈટ વાળી પાંપણ લગાડી ફરવાનું અને પાર્ટીમાં જવાનું પસંદ કરશે?

Beautiful Red Lips With Red Rose Close Up Valentine Day Classic Red Lips With Sexy Smirk Textured Lips With Gloss Lipstick Passionate Lips With Red Rose 700 265133118

લિપસ્ટિક સ્ટીકર..

જે સ્ત્રીને લિસ્ટિક લગાવવી નથી ગમતી કે પછી લિપસ્ટિક લગાડવી નથી ફાવતી તેવી સ્ત્રી માટેની ખાસ શોધ એટલે આ લિપસ્ટિક સ્ટીકર. જેને હોઠ પાર લગાડવાથી હોઠ ચમકવા લાગે છે, પરંતુ જરા વિચાર કરો કે આ રીતે હોઠ પર સ્ટીકર લગાડી તો હોઠ ચમકવા કરતા બતક જેવા વધુ દેખાય છે.

Images

પ્લાસ્ટિક ચહેરો

ચહેરા પર મેકઅપ લગાવવો એ સૌથી કાંટાળાજનક કામ છે, ત્યારે એ કામને વધુ સહેલું કરવા માટે પ્લાસ્ટિક ચહેરાની શોધ કરવામાં આવી છે. પરંતુ એ ચહેરો લગાવવાથી સ્ત્રી સુંદર દેખાય છે કે પછી રોબોટ જેવી એ તો જોવા વાળાએ જ નક્કી કરવું રહ્યું.

1 Nail Polish Dry Mini Sun Usb Remover Uv Sun Dryer Gel Nail Original Imag28Yxpkrwnqzk

નેલ પેઇન્ટ ડ્રાયર

નખમાં જયારે પણ નેઇલ પેઇન્ટ લગાવો છે ત્યારે તે ખરાબ ન થાય એટલે તેના સુકાવાની રાહ જોવી પડતી હોય છે. પરંતુ જે વ્યક્તિએ પણ આ નેઇલ પેન્ટ ડ્રાયર કરવાની શોધ કરી છે તેને દરેક સ્ત્રીની આ પરેશાનીને ખુબ સરસ રીતે સમજી છે.

Whatsapp Image 2023 08 05 At 3.34.25 Pm

હેન્ડ બેગ નહિ તો શું..??

અનેક સ્ત્રીઓની આદત હોય છે કે હેન્ડ બેગ લીધું તો હોય પરંતુ તેને ગમે ત્યાં ભૂલીને આવતી હોય છે. તો એ પ્રશ્નને ઉકેલવા માટે શોધકર્તા એ એવી બ્રા વિકસાવી છે જેમાં તમે અનેક વસ્તુઓને રાખી શકો છો અને હેન્ડ બેગની પણ જરૂરત નથી રહેતી. આ બ્રાનો બીજો એ પણ ફાયદો છે કે વસ્તુ કે રૂપિયા ચોરાવાનો ભય નથી રહેતો.

Kitchen Weight Scale

મેદસ્વીતા દૂર કરવી છે??

અનેક સ્ત્રીઓ મેદસ્વીતા કે જાડાપણાથી પરેશાન હોય છે. અને તેને વજન ઉતારવા માટે ભોજન ઓછું નથી કરવું હોતું તો તેવી સ્ત્રી માટે એવા કાંટાની શોધ થયી છે જેમાં ભોજનની કેલેરી મપાય જાય છે એટલે કેટલું ભોજન લેવું તેની તમને જાણ થઇ જાય છે.

Cb6Bc030E4F9D3C15F4Fc16Dba3351Dc

રેઇન પ્રૂફ ચપ્પલ..

વરસાદમાં હોવ અને મોંઘા ચપ્પલ કે સેન્ડલ પહેર્યા છે તો તે પલળીને બગડી જશે… તો હવે આ રેઇન પ્રૂફ ચપ્પલ એવા છે જેમાં તમારા પગરખામાં છત્રી આવે છે જે વરસાદના પાણીથી તમારા ચપ્પલની રક્ષા કરે છે. પરંતુ જરા વિચાર કરવો મુશ્કેલ છે કે પગારખાને પણ છત્રી હોય…!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.