Abtak Media Google News

મગફળી કૌભાંડને લઇને આજે રાજકોટમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિપક્ષ ઉપવાસના નાટક બંધ કરે, નાફેડના ચેરમેન વાઘજી બોડા સરકાર પર દોષનો ટોપલો નાખી રહ્યા છે

પ્રદિપસિંહે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં ખેડૂતોની હાલત કફોડી હતી. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને રજૂઆત કરી અને નાફેડ દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવી. કોંગ્રેસ જનાધાર ગુમાવ્યો છે. 2019માં જનાધાર મેળવવા ખેડૂતોને ગુમરાહ કરવા નાટક કરવામાં આવે છે. કુલ ખરીદીની 50 ટકા મગફળીનું વેચાણ થઇ ગયું છે.

મગફળી વેચાતી જશે અને તેમાં જો ભેળસેળના પ્રશ્નો હશે તો સામે આવશે. હાપામાં બનાવ બન્યો તેની તપાસ ચાલુ છે, શાપરની તપાસ એફએસએલના રિપોર્ટના કારણે અટકી છે. મગફળીની બોરી સળગી તેમાં પણ તેમાં પણ તપાસ ચાલુ છે અને એફએસએલની મદદથી પૂરતા પુરાવા એકત્રિત કરી કડકમાં કડક પગલા લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.