Abtak Media Google News

રાજાશાહીમાં પણ લોકશાહીનો સર્વ પ્રથમ સ્થાપના કરનાર લોકહૃદય લાખાજીરાજબાપુની યાદમાં નામ આપવા માંગ

રાજકોટ રાજય ફાઉન્ડેશન અને ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા પી.એમ. મોદીને પત્ર લખશે: સાંસદો, મંત્રી અને ધારાસભ્યને સાથે રાખી કરાશે રજૂઆત

રાજકોટના આંતર રાષ્ટ્રીય એરપોર્ટનું ગુરુવારે લોકાર્પણ છે . આ એરપોર્ટ ને રાજકોટના ભૂતપૂર્વ રાજવી , પ્રજાવત્સલ ઠાકોર સાહેબ લાખાજીરાજ બાપુનું નામ આપવામાં આવે તેની રજૂઆત રાજ પરિવારના માર્ગદર્શન માં ચાલતી સંસ્થા રાજકોટ રાજ્ય ફાઉન્ડેશન અને રાજકોટ ભગિની ફાઉન્ડેશન કરવાની છે.

Advertisement

સૌરાષ્ટ્રના તમામ રજવાડા એક અનોખા અને વિકાસશીલ રાજવીની ઓળખ પ્રાપ્ત કરનાર સર લાખાજીરાજ બાપુએ   સને 1910 માં સ્ટેટ બેંકની સ્થાપના કરી પ્રજાને બચત માટે પ્રેરીત કર્યા . સને 1915 માં ખેડૂત બેન્કની સ્થાપના કરી જગતના તાત માટે સમૃધ્ધીના દ્વારો ખોલી આપ્યા , સને 1920 માં રાજકોટ – આટકોટ વચ્ચે મોટર સેવાનો આરંભ કરીને જનસમૂહને યાતાયાત સુવિધાઓની સજજ કર્યો અને વેપાર વાણિજ્ય દિશામાં આર્ષદ્રષ્ટવ દાખવી સને 1921 માં ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટનું સર્જન કર્યું .

Screenshot 5 32

સામાન્ય પ્રજાજનની સુખ સુવિધા માટે અવિરત ચિંતન કરતાં રાજકોટના આ રાજવીએ સને 1922 માં રાજકોટ – જસદણ વચ્ચે રેલ સેવાનો આરંભ કરીને અનેરી સિધ્ધી પ્રાપ્ત કરી , સને 1924 માં રાજયની સર્વાંગીણ વિકાસની દિશામાં એક ડગલું વધારે માંડ્યું અને સ્વતંત્ર પાવર હાઉસનું નિર્માણ કરી સમગ્ર રાજયની પ્રજા તેમજ ઉધ્યોગોને વિજળી પુરી પાડીને કુશળ વહીવટ કર્તા તરીકે પોતાને સ્થાપિત કરી 121 થી પણ વધારે માનપત્રો સન્માનો પ્રાપ્ત કર્યા .

રાજાશાહીમાં પણ લોકશાહીની સર્વપ્રથમ સ્થાપના કરનાર લોકહૃદય સમ્રાટસર લાખાજીરાજ બાપુએ 1923 માં પ્રજા પ્રતિનિધીત્વ સભા , કૌશલ્ય મંડળ , ધારાસભા , ખેડુત મહાસભા , અખિલ ધર્મસભાના માધ્યમથી રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદ ગરિમાપૂર્ણ જાખી કરાવી હતી .  મહાત્મા ગાંધીને   કાઠીયાવાડ રાજકીય પરિષદના અધિવેશન માટે સ્થળનિ શોધ હતી . ત્યારે નિર્ડરતાપૂર્વક રાષ્ટ્રવાદનું દર્શન કરાવી રાજકોટના આ મહામન માનવને રાજકોટ રાજયની ધરતી પર અધિવેશન યોજવાની અનુમતી આપી અખંડભારતની અસ્મિતાને ઉજાગર કરી હતી.

રાજકોટના ઘડતર અને વિકાસમાં જેમનું મહત્વનું યોગદાન છે , જેમણે લોકશાહીના મૂલ્યોથી રાજાશાહીમાં શાસન કર્યું હતું તેવા રાજવીની યાદ આ મહત્વની યોજના સાથે જોડાય તો લોકોને ગમે .

ઠાકોર સાહેબ માંધાતસિંહ જાડેજા અને રાણી સાહેબ કાદંબરીદેવી જાડેજા બન્ને સંસ્થા વતી આ અંગે નરેન્દ્રભાઇને રજૂઆત કરશે .  રાજકોટના સાંસદો , ધારાસભ્યો , રાજ્યમાં મંત્રીપદ શોભાવતા રાજકોટના પ્રતિનિધિઓનો સંપર્ક કરવામાંઆવશે. ઠાકોર સાહેબ માંધાતસિંહ જાડેજા અને રાણી સાહેબ કાદંબરિદેવી જાડેજા બન્ને સંસ્થા વતી આ અંગે નરેન્દ્રભાઇને રજૂઆત કરશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.