Abtak Media Google News

દેશ-વિદેશમાં ૯૯થી વધારે સેન્ટર્સના ૫૦ હજારી વધુ બાળકોના જીવનમાં ધર્મ, આધ્યાત્મિકતા, વ્યવહારિક શુદ્ધિ આદિ સંસ્કારોનું ઘડતર કરી બાળકોનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે

રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત લુક એન્ડ લર્ન જૈન જ્ઞાન ધામ એક એવી પાઠશાળા છે જે આજના મોડર્ન કલ્ચરમાં ઉછરી રહેલાં બાળકોમાં મોરલ વેલ્યુઝનુ સીંચન કરે છે. લુક એન્ડ લર્ન લાઈફનો યુટર્ન કરનાર જ્ઞાનધામ છે. દેશ વિદેશમાં ૯૯ થી વધારે સેન્ટર્સના ૫૦,૦૦૦ થી વધુ બાળકોનાં જીવનમાં ધર્મ, અધ્યાત્મિકતા, જીવ માત્ર પ્રત્યે દયા, વ્યવ્હારિક શુધ્ધિ આદિ સંસ્કારોનું ઘડતર કરી બાળકોનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. રાજકોટમાં લુક એન્ડ લર્નના ૫ સેન્ટર્સ કાર્યાન્વિત છે. પારસધામ, મોદી સ્કુલ સેન્ટર, માસૂમ સ્કુલ-જગન્ના સેન્ટર, ઉન્નતિ સ્કુલ-નેમિના વિતરાગ સેન્ટર, નંદકુંવરબાઈ સ્કુલ-ગોંડલ રોડ સેન્ટર, ધોળકિયા સ્કુલ-એસ.વી.રોડ આ ૫ સેન્ટર્સમા અત્યાર સુધી હજારોબાળકો મોર્ડન થૂફુી શિક્ષાપામી જૈનધર્મમાં આગળ વધ્યા છે.

Advertisement

આજનું બાળક, ભાવિનુંર્થકર – આ લક્ષ્ય ધરાવતી લુક એન લર્નના બાળકોનો “વિનય બાલોત્સવ તા. ૧૯ને રવિવારનાં રોજ સવારે ૮ : ૩૦ થી ૧૨ : ૩૦ કલાક ડુંગર દરબાર, અમીન રોડ જંકશન, ઝેડ બ્લુ ની સામે, ૧૫૦ રીંગ રોડ, રાજકોટ આયોજિત કરવામાં આવ્યો છે.

ભૂતકાળમાં કરેલી અશાતનાને કારણે આ ભવમાં ભગવાનનું સમવશરણ નથી મળ્યું, પણ આ ભવમાં ગુરુનું શરણ મળ્યું છે.. મારી અશાતનાથી શું હું ગુરુને પણ ગુમાવી દઈશ? આ થીમ પર આયોજિત ” વિનય બાલોત્સવ “માં લુક એન લર્નના નાના નાના ભૂલકાઓ સ્પીચ, ડ્રામા, ભક્તિ, નાટિકા, શેડો શો, ડિબેટ જેવા અનેક રસપ્રદ કાર્યક્રમો પ્રસ્તુત કરશે.

આ પ્રસંગે લુક એન લર્નનાં જે બાળકોએ સામાયિક, પ્રતિક્રમણ, પુચ્છિંસુણં, ભક્તામર કંઠસ્થ કર્યું હોય તેમનો ભેટ આપી સન્માન કરવામાં આવશે. લુક એન લર્નમાં નિ:ર્સ્વા ભાવે સેવા આપનાર દીદીઓને આ સેવાયજ્ઞમાં સહાયક બનનાર પરિવારજનોનું પણ આ અવસરે સન્માન કરવામાં આવશે.

લુક એન લર્નનાં દીદીઓની ટીચીંગ સ્ટાઇલ એક આકર્ષણ છે. બાળકો પ્લે કરતા પ્રે કરતા ઈ જાય છે. વળી વિવિધતા અને નવીનતાને કારણે બાળકોની જિજ્ઞાસા અને કુતુહલતા વધે છે. અહીંયા બાળકોને માત્ર ગોખાવીને નહીં પરંતુ પ્રેક્ટિકલ પ્રયોગો કરાવી, અંતરમાં ભાવ અને અહોભાવ જગાડવામાં આવે છે. દરેક વિષયને ફ્લેક્સ, ચાર્ટ, ડાન્સ, ડ્રામા, પઝલ્સ, ક્વિઝ, કંઠસ્થ જેવી પધ્ધતિથી શીખવવામાં આવે છે.

મેડિટેશન, પ્રાર્થના, પ્રોપ્સ, અને પપેટ શો, ડિબેટ, યોગ સાધના, દેવગુરુની ભક્તિ, એક્ઝીબીશન, પીકનીક, ફિલ્ડટ્રીપ, ઈન્ટર ક્વિઝ કોમ્પીટીશની બાળકનો વિકાસ થાય છે. જન્મ વખતે ગુડલક હતાં તો તે બેડલકમા ક્ન્વર્ટ કેમ થઈ ગયા ? વિનય કરવાથી ઉન્નતિ કેમ થાય, અશાતના અને અશાતા ને ઘટાડવા આદિ અનેક પ્રશ્નોના ઉત્તર આપતા આ ’વિનય બાલોત્સવ’ નાં આ કાર્યક્રમમાં ૩૦૦થી વધુ બાળકો ડાંસ, ડ્રામા, સ્પીચ, સાધના દ્વારા પરફોમન્સ આપશે. નવા એડમિશન માટે: સ્નેહા નો સંપર્ક આવકાર્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.