Abtak Media Google News

સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રૂક્ષ્મણીબેન દિપચંદભાઈ ગારડી ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ-ઢોલરા છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત છે. સંસ્થાના પરિસરમાં પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા સ્થાપિત થયેલા બિરાજતા દેવાધિદેવ-ભગવાન ભોળાના મંગલેશ્વર મહાદેવ દાદાના સાનિધ્યમાં આગામી તા.૧૨ ઓગસ્ટને રવિવારથી શરૂ થઈ રહેલ પવિત્ર શ્રાવણ માસની ધામધુમપૂર્વક ભકિતભાવથી ઉજવણી કરવામાં આવનાર છે. સંસ્થા દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન આવનારા તમામ નાના મોટા તહેવારો ઉજવવામાં આવશે. એટલું જ નહીં શ્રાવણ માસના દર સોમવારે ભોળાનાથની ૧૦૮ દીપમાળાની આરતી કરવામાં આવશે. તેમજ શ્રાવણ માસ દરમ્યાન લાલાને લાડ લડાવવા શાકભાજીના, ફ્રુટના, રાખડીના, સુકામેવાના સહિતના અલગ અલગ હિંડોળા દર્શન પણ થશે. શ્રાવણ માસ દરમ્યાન બ્રહ્મભોજન પણ કરાવવામાં આવશે.

Advertisement

રાજકોટ વસતા શિવભકતો અત્યંત પવિત્ર અને શાંતિપૂર્ણ વાતાવરણમાં દેવાધિદેવને રીઝવવા માટે લઘુરૂદ્ર સહિતના ધર્મ કાર્ય મંગલેશ્ર્વર મહાદેવના સાનિધ્યમાં કરાવવા ઈચ્છતા હોય તો તેનો લાભ લેવા અપીલ છે. આ ઉપરાંત શ્રાવણ માસ નિમિતે જન્માષ્ટમીના દિવસે રાત્રે ૧૨ વાગ્યે યશોદાના લાલનો કૃષ્ણ જન્મોત્સવ અતિ ઉમંગ અને ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં સંસ્થાના વડીલો, દાતાઓ, શુભેચ્છકો, કાર્યકર્તાઓ, ઢોલરાના ગ્રામજનોની ઉપસ્થિતિમાં નંદ ઘેર આનંદ ભૈયો જય કનૈયાલાલ કીના નાદથી ઉજવવામાં આવશે. શ્રાવણ માસ દરમ્યાન કોઈપણ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો વડીલોને ફરાળ પણ કરાવવા માંગતા હોય તો કરાવી શકશે. રાજકોટની શહેરીજનોને શ્રાવણ માસ નિમિતે વડિલોને ફરાળ કરાવવા માટે, વન ભોજનની માહિતી માટે કે લઘુ‚દ્ર સહિતના ધર્મ કાર્યો કરાવવા માટે તેમજ વિશેષ માહિતી માટે સંસ્થાના મુકેશ દોશી (૯૮૨૫૦ ૭૭૭૨૫), અનુપમ દોશી (૯૪૨૮૨ ૩૩૭૯૬), સુનીલ વોરા (૯૮૨૫૨ ૧૦૩૨૦), નલીન તન્ના (૯૮૨૫૭ ૫૫૦૫૫)નો સંપર્ક સાધવા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.