Abtak Media Google News

નરોડા ગામ કેસમાં આરોપી માયાબેન કોડનાનીના બચાવપક્ષે સાક્ષી તરીકે જુબાની આપવા માટે ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમવારે સ્પે.કોર્ટમાં હાજર રહે તેવી સંભાવના છે. અમિત શાહ હાજર રહેવાના હોવાની શક્યતાના કારણે કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Advertisement

અમિત શાહને સાક્ષી તરીકે હાજર રહેવા માયાબેનની અરજી

નરોડા ગામ કેસમાં આરોપી માયાબેન તરફે અમિત શાહને સાક્ષી તરીકે જુબાની આપવા માટે બોલાવવા જુલાઇ માસમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરેલી કે, 28 ફેબ્રુઆરી 2002 ના રોજ નરોડા ગામમાં તોફાનો થયા ત્યારે તેઓ વિધાનસભાનું સત્ર ચાલતું હોવાથી ત્યાં હાજર હતાં.

અમિત શાહ વિધાનસભામાં હાજર હતા

એ વખતે અમિત શાહ પણ વિધાનસભામાં હાજર હતાં. અને અમે બન્ને જણા પોતપોતાની ગાડીમાં સોલા સિવિલ ખાતે કારસેવકોની બોડી લાવવામાં આવી હોવાથી ત્યાં ગયાં હતાં. નરોડા ગામમાં જે બનાવ બન્યો ત્યારે હું ઘટના સ્થળે હાજર નહોતી. આથી મારી હાજર વિધાનસભા અને સોલા સિવિલમાં હોવા અંગે અમિત શાહને સાક્ષી તરીકે જુબાની માટે બોલાવવા જરૂરી છે.

કોર્ટે અરજી માન્ય રાખી

કોર્ટે માયાબેનની અરજી ગ્રાહ્ય રાખી અમિત શાહને કયાં સરનામે સમન્સ કાઢવું તે અંગેની માહિતી માંગી હતી. માયાબેનના એડ્વોકેટ અમિત પટેલે થલતેજમાં આવેલા સરનામે અમિત શાહને સમન્સ કાઢવાની રજૂઆત કરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.