રાષ્ટ્રીય શોક: તિરંગો અડધી કાઠીએ…

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્જો આબેની ગઇકાલે ગોળી મારી હત્યા કરી દેવામાં આવતા વિશ્વભરમાં  શોકનું મોજુ ફરી વળ્યુ છે. શિન્જો ભારતના ખૂબ જ સારા મિત્ર હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શિન્જોના નિધન બદલ ઉંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે રાજકોટમાં માલવીયા ચોકમાં રોજ ફરકાવવામાં આવતો રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય શોક દરમિયાન કોઇપણ સરકારી કાર્યક્રમો યોજાતા નથી. વિશ્વભરના નેતાઓએ સિન્જોના નિધનથી ઉંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી.(તસવીર : શૈલેષ વાડોલીયા)