Abtak Media Google News

આજે ‘નેશનલ સ્પોર્ટસ ડે’ છે. ત્યારે ક્રિકેટ સીવાયની અન્ય રમતોને પણ યાદ કરવી ઘટે. દેશમાં વર્તમાન સમયે ક્રિકેટનો દબદબો ભલે હોય પરંતુ એક સમયે હોકીથી ભારતીય ખેલાડીઓએ દેશ-વિદેશમાં ડંકો વગાડ્યો હતો. હોકી રાષ્ટ્રીય રમત છે. અત્યારે હોકી ગોલ્ફ સહિતની રમતો ક્રિકેટના પ્રભુત્વના કારણે ઝાખી પડી ચૂકી છે. જો કે, ગોલ્ડ આજે પર ધનવાનોની પ્રિય રમત છે. એક સમયે રાજા, મહારાજા હાથી કે ઘોડા પર પોલોની રમત રમતા હતા. આજે ગોલ્ફનું પ્રાધાન્ય ધનવાનોમાં વધ્યું છે. ગોલ્ફ રમવા માટે પવન પારખવાની તિવ્ર શક્તિ, શરીરને સંતુલીત રાખવું અને એકાગ્રતા સહિતના ગુણ ખુબજ આવશ્યક છે. રાજકોટમાં ગોલ્ફ માટે ખાસ મેદાન તૈયાર કરવામાં આવ્યું છે. ૨૦૦૮માં કલેકટર પ્રદિપ શર્મા દ્વારા ઈશ્ર્વરીયા પાર્ક ખાતે ૮૦ એકર જેટલી જગ્યામાં ગોલ્ફનું મેદાન તૈયાર કરાયું હતું. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ કર્યું હતું. રાજકોટ ખાતે ગોલ્ફના મેદાનમાં ૯ અલગ અલગ પોઈન્ટ છે. વિશ્ર્વમાં ખ્યાતનામ ગોલ્ફ કલબની બોલબાલા જોવા મળે છે. ટાઈગર વુડ સહિતના ગોલ્ફના ખેલાડી વિશ્ર્વના સૌથી ધનવાન ખેલાડી પૈકીના એક રહ્યાં છે.

સામાન્ય રીતે ગોલ્ફમાં અલગ અલગ ૧૮ હોલ જોવા મળે છે. અમેરિકા અને યુરોપમાં રમાતા ગોલ્ફમાં ૧૨ પ્લેયર હોય છે. આખી ટૂર્નામેન્ટમાં ૮૦ થી ૧૬૦ જેટલા પ્લેયર રમી શકે છે. ગોલ્ફ રમતી વખતે પ્રથમ શોર્ટને ‘ટી’ કહેવાય છે. રાજકોટમાં સ્થપાયેલા ગોલ્ફના મેદાનમાં પાણીનું નાનુ તળાવ, ઢાળ, રેતીના ઢગલા સહિતની આડસ પણ મુકવામાં આવી છે. એક રીતે આ મેદાન આંતરરાષ્ટ્રીય કક્ષાનું છે. જ્યાં બુધ અને રવિવારે નામાંકીત લોકો ગોલ્ફ રમવા આવે છે. આજે ગોલ્ફને એટલે યાદ કરવી પડી કે, હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસે તેમના યોગદાન બદલ સન્માનમાં આજના દિવસને નેશનલ સ્પોર્ટસ ડે તરીકે ઉજવવામાં આવે છે. આજે જ રાષ્ટ્રપતિ ખેલરત્ન, અજૂર્ન એવોર્ડ, દ્રોણાચાર્ય અને મેજર ધ્યાનચંદ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડનું વિતરણ થાય છે. ધ્યાનચંદે ભારતને ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૬ના ઓલમ્પીંકમાં ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. ૨૨ વર્ષના કેરીયરમાં તેણે ૪૦૦થી વધુ ગોલ ફટકાર્યા હતા.

દર બુધ અને રવિવારે તમામ મેમ્બર્સ અહીં ગોલ્ફ રમવા માટે એકઠા થાય છે: પદ્યુમ્નસિંહ વાળા (ઇશ્વરીયા પાર્ક મેનેજર)

Img 20200829 Wa0005

ઇશ્વરીયા પાર્ક ના મેનેજર પદ્યુમ્નસિંહ વાળાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૮ માં કલેકટર પ્રદીપ શર્માએ સ્પોર્ટ્સ બાબતે રૂચિ લઈ ઇશ્વરીયા પાર્ક ખાતે ગોલ્ફ કલબની રચના કરી. જેનું ઉદ્ઘાટન હાલના વડાપ્રધાન અને ત્યારના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. કૂલ ૮૦ એકર જેટલી જગ્યામાં ૯ અલગ-અલગ પોઇન્ટ ગોલ્ફના અહીં આવેલ છે.સૌરાષ્ટ્ર નું સૌથી મોટું ગોલ્ફ કોર્ટ ઇશ્વરીયા ખાતે રાજકોટમાં આવેલ છે તે ગૌરવ ની વાત છે. રાજકોટના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ ગોલ્ફ કલબના મેમ્બર છે. હાલ લોકડાઉનને હિસાબે કલબ બંધ છે. સ્ટેટ લેવલની ટુર્નામેન્ટ પણ રાજકોટના આંગણે ઇશ્વરીયા ખાતે યોજાઈ છે. દર બુધ અને રવિવારે તમામ મેમ્બર્સ અહીં ગોલ્ફ રમવા માટે એકઠા થાય છે.

પોઈન્ટ ૧

Dji 0025

પોઈન્ટ ૨

Dji 0030

પોઈન્ટ ૩

Dji 0032

પોઈન્ટ ૪

Dji 0036

પોઈન્ટ ૫

Dji 0018 1

પોઈન્ટ ૬

Dji 0040

પોઈન્ટ ૭-૮

Dji 0006

પોઈન્ટ ૯

Dji 0001
DCIM100MEDIADJI_0001.JPG

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.