Abtak Media Google News

આપણી સંયુકત કુટુંબની પ્રથામાં સૌ સંપીને રહેતા હતા, વિભકત પરિવારો થતાં ઘણી મુશ્કેલીઓ ઉભી થઇ: બાળકના ચરિત્ર નિર્માણથી લઇને વ્યકિતની સફળતામાં પરિવારની ભૂમિકા મહત્વની

કોઇપણ દેશની મજબુત રચનામાં એક મૂળભૂત સંસ્થા તરીકે પરિવાર મહત્વનું ગણી શકાય: 

પરિવાર વગરના માનવીના કલ્પના કરવી અધુરી છે:

આજના યુગમાં પરિવાર સાથે રહેતો માનવી એકલતા પણા અને ડિપ્રેશનના શિકાર બનતો અટકે છે.

દુનિયામાં સૌથી શ્રેષ્ઠ કુટુંબ વ્યવસ્થા આપણાં ભારતની ગણાય છે, વિદેશોમાં પ્રેમ-હુંફ અને લાગણી વગરના ભૌતિક સુવિધાથી સંપન્ન આલિશાન મકાનોમાં માણસો રહેતા હશે પણ તે પરિવાર નથી હોતા. આપણાં દેશમાં આદી કાળથી ચાલી આવતી કુટુંબ વ્યવસ્થામાં ઘરનો મોભી કે વડીલ તેના સમગ્ર પરિવારને અકબંધ રાખી શકવાની ક્ષમતા વાળો હતો. તે ભણેલ ન હતો પણ જીવનનું ગણતર તેને બરોબર આવડી ગયું હતું. પરિવાર ની છાપને કયારેય બટ્ટો ન લાગવા દે તેવા વચન બઘ્ધ હતા. સમગ્ર વિશ્વ એક પરિવાર જ છે. તેવો સંદેશ સમગ્ર વિશ્વને ભારતે આપ્યો છે. આપણી સંયુકત કુટુંબ પ્રથામાં જે મજા,  આનંદ અને ભાઇચારાની ભાવના હતી તે આજે કયાંય જોવા મળતી નથી. તેનું એકમાત્ર કારણ પરિવારો સંયુકતમાંથી તૂટતા ગયાને વિભકત થઇને નાના નાના પરિવારમાં બટાઇ ગયા છે. પાંચ ભાઇનો વસ્તાર સાથે રહેતો હોય તેમાં એકાદ-બે નબળા ભાઇઓ સચવાઇ જતા હતા. સંયુકત પરિવારની મુશ્કેલીમાં આખો પરિવાર સાથે ઉભો રહેતા એકબીજાને ટેકો મળી જતો હતો.

અગાઉના પરિવારના સંપની વાત આખા પંથકમાં ફેલાઇ જતી તો પરિવાર શાખ ઉપર જ ગમે તેવી મુશ્કેલીમાં તેમને કાળી રાતે પણ મદદ મળતી અને છોકરા-છોકરીના સંબંધો પણ પરિવારની શાખ ઉપર થઇ જતાં જે આજે કયાંય જોવા મળતું નથી અને તેને કારણે પડતી મુશ્કેલી સો ભોગવી રહયા છે. વ્યકિતની નિર્માણની ભૂમિકામાં પરિવારની ભૂમિકા સૌથી મહત્વની ગણાય છે. કોઇપણ દેશના મજબુત માળખામાં કુટુંબ પ્રથા સૌથી અગત્યનો ભાગ ભજવે છે. પરિવાર વગરના પૃથ્વી પર વસતા માનવીની કલ્પના કરવી અધરી છે. સૌથી અગત્યની બાબતમાં પરિવાર સાથે રહે તો માનવી એક લતાપણા કે ડિપ્રેશનનો શિકાર બનતો નથી.

આપણા દેશમાં બે પ્રકારના પરિવારમાં એક સિંગલ પરિવારને બીજો સંયુકત પરિવાર હોય છે. અને પ્રાચીન કાળથી સંયુકત પરિવારની સિસ્ટમ ચાલી આવી છે,  જેમાંઘરના મોભી- વડીલના જ્ઞાનના લાભ તેની નવી પેઢીને મળતો હતો. સાથે સાથ ધંધા રોજગારનીપેઢી દર પેઢીની સમજ પણ ઉત્તરોઉત્તર મળતી હતી. આજે ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરો તરફની દોડમાં ઘણા પરિવારો ભાંગી ગયા છે. મોટા પરિવારમાં દાદા-દાદી અને નાના-નાનીના ખોળામાં રમતાં બાળકો કયારે  મોટા થ જતા તેની ખબર પણ ન પડતી તેના શિક્ષણ, સસ્કાર વિગેરેની ચિંતા તેના માતા-પિતા પણ કરતાં નહી કારણ કે… પરિવારની એક સિસ્ટમ પ્રમાણે બધુ સમય પ્રમાણે ગોઠવાઇ જતું હતું.

જુના પરિવારમાં મુશ્કેલી ન પડતી જે આજે પડી રહીછે. વિદેશી કલ્ચરના પગલે પરિવારોની જીવન શૈલી બદલાતા સ્વભાવ પણ બદલાતા પરિવારો તૂટવા લાગ્યા છે, આજે ભાઇ-ભાઇ કે બહેન એક બીજા સાથે બોલતા નથી ને સગા મા-બાપને રાખવા કોઇ તૈયાર નથી હોતા ત્યારે વૃઘ્ધાશ્રમો નિર્માણ થવા લાગ્યા તેનીપાછળનું કારણ અત્યારની પરિવાર વ્યવસ્થા જ ગણી શકાય છે.આપણી કુટુંબ વ્યવસ્થા એક મજબુત પાયો ગણાય છે, જે સૌ માટે સમર્થન, સુરક્ષા અને બિનશરતી પ્રેમ પ્રદાન કરે છે. યુ.એન. દ્વારા દર વર્ષે આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ પરિવારોના મહત્વને સૌ જાણે, અનુસરે અને તેની મજબુતીનો પાયો અને મુલ્યો સમજે તેવો છે.  1994 થી સમગ્ર વિશ્વના દેશોમાં પરિવાર દિવસ ઉજવાય છે. વિશ્વના તમામ સમાજો પરિવારોના મહત્વને સન્માન આપે છે. દરેક માનવીના મુશ્કેલીના સમયમાં તેનો પરિવાર તેને મદદ કરેેેેેેેેેેેેેેેેેે. પરિવારની પ્રણાલી રીત રિવાજો સાથે જીવન જીવવાના ઘણા પાસા આપણને પરિવાર જ શીખડાવે છે. આ વર્ષની થીમ ડેમોગ્રાફીક ટ્રેન્ડસ એન્ડ ફેમીલીઝ છે.

વસ્તી વિષયક વલણો અને પરિવારના હેતુ  સાથે પૃથ્વી પર વસવાટ કરતા તમામ પરિવારો એકબીજાને મદદરુપ થાય સાથે પાડોશમાં રહેતાને પણ પરિવારનો હિસ્સો ગણે તે જરુરી છે. 2022ના અંત સુધીમાં વિશ્વની વસ્તી આઠ અબજે પહોંચી જે 2050 માં 9.8 બિલિયન અને 2100 માં 11.2 બિલિયન પહોચવાનો અંદાજે છે. કુટુંબના આંતરરાષ્ટ્રીય વર્ષ 2024 ની ત્રીસમી વર્ષગાંઠ નીતૈયારીના ભાગ રુપે 2023 ના આજના વિશ્વ પરિવાર દિવસનું વ્યકિતગત રીતે પાલન, વસ્તી વિષયક ફેરફાર અને પરિવારો પર તેની અસર પર ઘ્યાન કેન્દ્રીત કરે છે.

1972માં પ્રથમવાર ફેમિલી વીકની ઉજવણી શરૂ થઇ હતી

યુ.એસ. ના પ્રમુખ રિચાર્ડ નિકસને નેશનલ ફેમીલી વીકની ઉજવણીને થેંકસ ગિવીંગ સપ્તાહ તરીકે જાહેર કર્યુ હતુ. જે 1972માં પ્રથમ વાર ઉજવણી કરી હતી. 1989 માં યુ.એન. એ. પરિવારોના મહત્વને સમજવા માટે તેનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યુ હતું. 1994માં પ્રથમ વાર ઇન્ટરનેશન ફેમીલી દિવસ ઉજવાયો હતો. 2009માં આધુનિક કુટુંબનો નવો વિચાર ટેલીવીઝન ચેનલે શરુ કર્યો હતો. આજનો પરિવારના વર્ષ પતિ-પત્ની અને તેના બાળકો એવો કરી શકાય છે. કેટલાંક  આંકડા દર્શાવે છે કે એક વિશાળ વિસ્તરેલુઁ કુટુંબ તેના સભ્યોની સહાય, સંભાળ અને પ્રેરણા આપીને આડે રસ્તે જતાં અટકાવી શકે છે. એક કાર્યમાં એવું જાણવા મળ્યું કે 80 ટકાથી વધુ બાળકોએ એવું જણાવ્યુ કે ગંભીર નિર્ણય લેતી વખતે તેમને સાથીદાકો કરતા તેમના માતા-પિતા અનેપરિવારે સાચો રસ્તો કે સમજ બતાવી હતી. આજે પણ ઘણા પરિવારો ના રિવાજો પરંપરાને કારણે તેનો પરિવાર અકબંધ રહ્યો છે.”ઘર એક મંદિર”.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.