Abtak Media Google News

નવરાત્રિનું મહત્વ મહિલાઓ અને યુવતીઓમાં અલગ જ હોય છે. નવરાત્રીમાં 9 દિવસોમાં દરેક દિવસનો એક ડ્રેસ કોડ હોય છે.મહિલાઓ ખાસ પ્રકારના કપડાં પહેરીને પોતાની સુંદરતા વધારે છે.ઘણા લોકો નથી જાણતા કે નવરાત્રીના દરેક દિવસનું અલગ મહત્વ હોય છે અને તેની સાથે અલગ ભાવના જોડાયેલી હોય છે. નવરાત્રિનો દરેક દિવસ દુર્ગામાં ના એક રૂપ સાથે જોડાયેલુ છે. માં દુર્ગાના દરેક રૂપ એક ખાસ વિશેષતા છે.અને તેમના રૂપ અનુસાર 9 દિવસોમાં 9 અલગ-અલગ રંગના પોશાક પહેરવામાં આવે છે. તો ચાલો જાણીએ આ રંગો વિષે…

Advertisement
1-લાલ કલર્સ…

20 1505896760 12નવરાત્રીના પહેલા દિવસને પ્રતિપદા કહેવામા આવે છે. આ દિવસે માં દુર્ગાના શેલપુત્રી એટ્લે કે પહાડો ની પુત્રી ના રૂપમાં પુજા કરવામાં આવે છે. માં દુર્ગાના ભગવાન શિવની સંગિની માનવમાં આવે છે. આ લાલ રંગ શક્તિ અને ઉર્જાને દર્શાવે છે. આથી નવરાત્રીના પહેલા દિવસે લાલ રંગના કપડાં પહેરવામાં આવે છે.

2-રોયલ બ્લૂ

20 1505896769 2Aબીજા દિવસે માં દુર્ગાના બ્રહ્મચારીની નું રૂપ ધારણ કરે છે. તે લોકોની સમૃદ્ધિ અને સુખ શાંતિની મનોકામના પૂર્ણ કરે છે. પીકોક બ્લૂ કલર આ દિવસે પહેરવામાં આવે છે જે શાંતિ અને ઉર્જાનું પ્રતિક છે.

3-પીળો20 1505896779 3G

ત્રીજા દિવસે માં દુર્ગાની પુજા ચંદ્રઘંટાના રૂપમાં કરવામાં આવે છે. આ દિવસે માં દુર્ગા પોતાના માથામાં અર્ધ ચંદ્રને ધારણ કરે છે જે બહાદુરી અને સુંદરતાનું પ્રતિક છે. ચંદ્રઘંટા રાક્ષસોના સંહાર કરવા માટે છે. આ દિવસે પીળા કલરના વસ્ત્રો પહેરવામાં આવે છે.

4-લીલો કલર

20 1505896788 4Mઆ દિવસે દેવી દુર્ગા કૂષ્માંડાનું રૂપ લે છે . આ ડિયાવસે લીલા રંગના વસ્ત્રો પહેરવામાં આવે છે. કૂષ્માંડાએ આ સંસારની રચના કરી હતી અને ધરતી પર હરિયાળી ફેલાવી હતી.

5-સ્લેટિયા

20 1505896802 5આ દિવસે માં દુર્ગા સ્કન્દમાતાનું રૂપ લે છે. આ દિવસે માં દુર્ગા પોતાના પુત્ર કાર્તિકને ઉઠાવે ને સંકટથી બચાવે છે. ગ્રે કલર એક માંનું સ્વરૂપ દર્શાવે છે. જે તેમના સંતાન પર આવતા સંકટને જાણી લે છે અને તેમની રક્ષા કરે છે .

6-ઓરેન્જ

B Id 365554 Kareena Kapoorઆ દિવસે માં દુર્ગા કાત્યાયનીના રૂપમાં પૂજય છે. પોરણિક કથાઑ અનુશાર એક વાર કાતાએ દુર્ગાને પોતાની પુત્રીના રૂપમાં પામવા માટે તપસ્યા કરી હતી અને માં દુર્ગાએ ખુશ થઈને તેમની આ ઈચ્છા પૂરી કરી હતી. તેમણે કાતાની પુત્રીના રૂપમાં જન્મ લીધો હતો. આ દિવસે ઓરેન્જ કલર પહેરવામાં આવે છે જે સાહસનું પ્રતિક છે.

7-સફેદ

20 1505896827 7 1આ દિવસે માં દુર્ગા કાલરાત્રિના રૂપમાં પૂજાય છે. આ દુર્ગાનો સૌથી હિંસક રૂપ માનવામાં આવે છે. આ દિવસે માં દુર્ગા આંખમાં ક્રોધ લઈને સફેદ કપડામાં પ્રગટ થાય છે. સફેદ કલર સેવા-પુજા અને શાંતિનું પ્રતિક છે અને આ દિવસે માં પોતાના ભક્તોની દરેક વિપદાથી રક્ષા કરે છે.

8-ગુલાબી

20 1505896837 8આ દિવસે ગુલાબી રંગ પહેરવામાં આવે છે. આ દિવસે માં દુર્ગા બધા પાપોનો નાશ કરે છે. આ કલર આશા અને નવી શરૂઆતને દર્શાવે છે.

9- લાઇટ બ્યુ

20 1505896847 9આ દિવસે માં દુર્ગાના સિધ્ધીદાત્રી રૂપને પૂજવામાં આવે છે. દુર્ગા માં આ દિવસે લાઇટ બ્લૂ કલરના વસ્ત્રોમાં જોવા મળે છે આથી આ દિવસે લાઇટ બ્લૂ કલર પહેરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.