Abtak Media Google News

નવસારીમાં સીએનજી કિટવાળી એક કારમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. નવસારી અને ચીખલી નજીક આવેલાં ખેરગામનો આ બનાવ છે. પેટ્રોલ પમ્પ પર સીએનજી ગેસ પૂરાવતી વખતે કારમાં બ્લાસ્ટ થયો હતો. જો કે, આ બ્લાસ્ટમાં કોઈ જાનહાનિ થઈ નથી.

Advertisement

ખેરગામમાં ઈન્ડિયન ઓઈલના સીએનજી પમ્પ પર એક મારૂતિ અલ્ટો કાર ગેસ ભરાવવા માટે આવી હતી. ગેસ પૂરાતો હતો તે સમયે જ અચાનક કારમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાંની સાથે જ આસપાસ હાજર લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. તો બ્લાસ્ટની તીવ્રતાનો અંદાજો તમે આ વાતથી લગાવી શકો છો કે, બ્લાસ્ટ બાદ કારનું ઉપરનું પતરું પણ ઉડી ગયું હતું. તો સીએનજી પમ્પ ઉપરની છતને પણ નુકસાન પહોંચ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.