Abtak Media Google News

કોરોનાની મહામારીમાં સુરક્ષાના પગલે યોજાતો પ્રથમ કેમ્પ

ર૬ જાન્યુઆરી ગણતંત્ર દિવસે દિલ્હીમાં રાજપથ પર દર વર્ષે ભારતના વિવિધ સંરક્ષણદળોની પરેડ યોજાય છે. જેમાં દેશ-વિદેશના મહાનુભાવોની ઉ૫સ્થિતિ રહે છે આ પરેડમાં ભારતના સંરક્ષણ દળ અંતર્ગતના એન.સી.સી. કેડેટસ પણ ખુબ ઉત્સાહભેર ભાગ લે છે જેના માટે પહેલા ગ્રુપ હેડકવાર્ટર્સ બાદમાં ડાયરેકટરેટસ તથા અંતિમ તબકકામાં પસંદગી પામેલા કેડેટસને રાજપથ પર પરેડ કરવાની તક મળે છે. એન.સી.સી. અંતર્ગત જે કેડેટસ (સીનીયર વીગ્સ-ડિવીઝન) ને આર.ડી.સી. એટલે કે રીપલબ્લીક કેમ્પમાં સામેલ થઇ પરેડ કરવાની તક મળે છે તે અવસર કેડેટસની કારકીર્દીના ઉજજવળ અવસરો ખોલી નાખે છે. જામનગરમાં તા. ૭-૧૧ થી ૧૧-૧૧ સુધી એન.સી.સી. દ્વારા આર.ડી.સી.માં જવા માટે કેડેટસ પસંદગી શિબિરનું આયોજન સત્યસાંઇ વિઘાલયના વિશાળ પરિસરમાં કરવામાં આવ્યું છે. આ શિબિરમાં જામનગર, ભુજ, પોરબંદર, વેરાવળ:, ગાંધીધામ એમ જુદા જુદા જિલ્લાઓમના ૫૦ કેડેટસ જોડાયા છે. ર૭ ગુજરાત બટાલિયન એન.સી.સી. ના કમાંડીંગ ઓફીસર, એન.સી.સી. કેમ્પ કમાંડનટ કર્નલ મનોજકુમાર બક્ષી જણાવે છે કે, દર વર્ષે યુનિટ કક્ષાએ વિવિધ કેમ્પસનું આયોજન કરવામાં આવે છે પરંતુ કોરાના મહામારીને આ પહેલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

Img 20201109 Wa0023

જેમાંથી પસંદગી પામેલા ગ્રુપ હેડ કવાર્ટસના કેડેટસ, ડાયરેકટરેટ કક્ષાએ પણ હજુ આગળ તાલીમ કેમ્પોમાં તાલીમ લેશે અને બાદમાં ર૬ જાન્યુઆરીએ રાજપથ પર તેઓને આરડીસી પરેડમાં ભાગ લેવાનો જીવનનો યાદગાર અવસર મળશે.

હાલમૉ જામનગરમાં ચાલી રહેલા પાંચ દિવસીય કેમ્પમાં ૩૦ એસ.ડી. કેડેટસ (બોયઝ) ર૦ એસ.ડબલ્યુ કેડેટસ (ગર્લ્સ) ભાગ લઇ રહ્યા છે. જેમાંથી બેસ્ટ કેડેટસને પસંદ કરી આગળ તાલીમ માટે મોકલવામાં આવશે. કેમ્પને  સફળ બનાવવા રહેવા માટેની વ્યવસ્થા તથા પરેડ ગ્રાઉન્ડ  સહિતની આવશ્યક સુવિધાઓ સત્યસાંઇ વિઘાલય દ્વારા એનસીસીને ફાળવવામાં આવી છે. જેના માટે કેમ્પ કમાંડન્ટ, કમાંડીંગ ઓફીસર કર્નલ મનોજકુમાર બક્ષી દ્વારા રાજવી પરિવારના જામસાહેબ શત્રુશલ્યસિંહજી બા સાહેબ હર્ષદકુંવરબા તથા સમગ્ર મેનેજમેન્ટ સ્ટાફનો આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.