Abtak Media Google News

ગુજરાતમાં એનસીપીએ કુકરી ગાંડી કરી

કોંગ્રેસ સાથે ગઠ્ઠબંધન ન થતા તેની પરંપરાગત વોટ બેંક તોડવા એનસીપીએ પાંચ બેઠકો પર ચૂંટણી જંગમાં ઝંપલાવ્યાનો રાજકીય પંડિતોનો દાવો: કોંગ્રેસના મતો તુટવાથી ભાજપને સીધો ફાયદાની સંભાવના

લોકસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે. જયારે રાજયમાં ત્રીજા મજબુત પક્ષ તરીકે ઉપસવાનો લાંબા સમયથી પ્રયાસ કરતા એનસીપીએ પોતાના પાંચ ઉમેદવારો ઉભા રાખીને કુકરી ગાંડી કરી છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન કરવાની ચર્ચાઓ ચાલી હતી. પરંતુ કોંગ્રેસે એનસીપીએ રાજયમાં એકથી વધારે બેઠક આપવાનો ઈન્કાર કરતા ગઠ્ઠબંધનની આ ચર્ચાઓ પડી ભાંગી હતી જેથી એનસીપીએ કોંગ્રેસ માટે મજબુત મનાતી સુરેન્દ્રનગર, પંચમહાલ અને પાટણ લોકસભાની બેઠકો તથા રાજય વિધાનસભાની ઉંઝા અને માણાવદરા બેઠકોની પેટા ચૂંટણી માટે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. એનસીપીના આ ઉમેદવારો ભાજપના મતો તોડશે કે કોંગ્રેસના મતો તોડશે તે રાજકીય નિરીક્ષકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

લોકસભાની ચૂંટણી માટે હવે દિવસો ગણાય રહ્યા છે. ત્યારે ગુજરાતમાં એનસીપીએ કાંકરી ગાંડી કરી હોય તેમ આ વખતની ચૂંટણીમાં બાજુ મારવાના બદલે બાજી બગાડવાની રણનીતિ સાથે મેદાનમાં ઉતરેલી શરદ પવારની પાર્ટી રાજયમાં લોકસભાની ત્રણ અને વિધાનસભાની બે બેઠક પર ચૂંટણી લડીને પરોક્ષ રીતે ભાજપને ફાયદો થાય તેવી ભૂમિકામાં આવી ગયું છે. ગુજરાતમાં આ વખતે મતોના ધુવ્રીકરણનું રાજકારણ અસરકારક ભૂમિકા ભજવવાનુંછે. ત્યારે એનસીપીએ કોંગ્રેસની ચિંતા વધારી છે. એનસીપી આ વખતે પાટણ, સુરેન્દ્રનગર, પંચમહાલની લોકસભાની બેઠક પર ચૂંટણી લડી રહ્યું છે. આ ત્રરેય બેઠકોમાં કોંગ્રેસ માટે ઉજળી તકો માનવામાં આવે છે. એનસીપીના કારણે કોંગ્રેસ માટે કપરા ચઢાણ બની જશે.

ભાજપે આ ત્રણેય બેઠક પર નો રિપીટ થીયરી અપનાવી છે. એનસીપીએ ઉંઝા અને માણાવદરની પેટા ચૂંટણીમાં પણ ઉમેદવારો ઉભા રાખ્યા છે.

ગુજરાતની જે ત્રણ લોકસભાની બેઠકો પર એનસીપી ચૂંટણી લડી રહ્યું છે. ત્યારે ભાજપ તમામ ચાલુ સાંસદોની જગ્યાએ નો રીપીટની થીયરી અપનાવીને નવા ચહેરાને ઉતાર્યા છે. ૨૦૧૯ની ચૂંટણીમાં ગુજરાતમાં એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન શકય બન્યું નથી ૨૦૦૯ અને ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન થયું હતુ એનસીપીએ વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ઉંઝા અને માણાવદરની બંને બેઠકો પર કોંગ્રેસનું જ ગણીત બગાડી નાખવા માટે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હોય તેવું દેખાય રહ્યું છે.

ગુજરાતનાં પાંચ લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં એનસીપીની ઉમેદવારીથી મતોના ધ્રુવીકરણ નિશ્ર્ચિત છે. ગુજરાતમાં ભાજપના ઉમેદવારો તરીકે, કોંગ્રેસી મૂળના આશા પટેલ અને જવાહર ચાવડાના કેસરીયા ગુજરાતનાં રાજકારણમા નવા સમીકરણો ઉભા કર્યા છે.

૨૦૧૯ની ચૂંટણીમાં ગુજરાતમાં એનસીપીએ કરેલી ઉમેદવારીમાં લોકસભાની ત્રણ અને વિધાનસભાની પેટા ચૂંટણીની બે બેઠકો પર એનસીપીનાં ઉમેદવારો પરિણામ મેળવે કે ન મેળવે એ પછીની વાત છે. પરંતુ નિશ્ર્ચિત પરિણામો બદલવા માટે તો અવશ્ય પણે અસરકારક ભૂમિકા ભજવે તેવું દેખાય રહ્યું છે. ચૂંટણી પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતાઓએ પક્ષ કોંગ્રેસ સાથે ગઠબંધનનો ધાણો દબાવી જોયો હતો. પરંતુ તેમા જોઈએ એવું જામ્યુ ન હતુ ત્યાર પછી કોંગ્રેસ માટે આસાન ગણાતી ત્રણ બેઠકોપર એનસીપી એ ઉમેદવારો ઉતારવાનું જાહેર કર્યું હતુ એનસીપીની આ ઉમેદવારી કોંગ્રેસ માટે ચિંતાનું વિષય અને ભાજપ માટે કમ્પફર્ટ સમીકરણો સર્જશે

તાજેતરમાં એનસીપીમાં જોડાયેલા રાજયના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ ભાજપના કટ્ટર વિરોધી મનાય છે. વાઘેલાએ પણ આ ચૂંટણીમાં ભાજપને હરાવવા પ્રચાર કરવાનો દાવો કર્યો હતો. પરંતુ, એનસીપીએ જે રીતે કોંગ્રેસ માટે ઉજળી તકોવાળી બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. તેને જોતા એનસીપી કોંગ્રેસનો પરંપરાગત વોટબેંકનું ધ્રુવીકરણ કરીને ભાજપને ફાયદો કરાવવા ચૂંટણી જંગમા ઉતરી હોવાનું રાજકીય પંડિતોનું માનવું છે. રાજયમાં જયારે પણ એનસીપી એકલે હાથે ચૂંટણી લડી છે. ત્યારે કોંગ્રેસના જ મતો તોડયા હોય આગામી ચૂંટણીમાં પણ કોંગ્રેસના મતો તોડે એવી સંભાવના હોય અને કોંગ્રેસ માટે મજબૂત બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવા પાછળ પણ તેમાં મતો તોડવાની રાજનીતિ હોવાનું રાજકીય પંડિતોનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.