Abtak Media Google News
  • શહેરોની જનસંખ્યા વધતી જવાની છે તેને ધ્યાને લઇ ટુરિઝમ વધે, કોઇ પણ પ્રોડકટ માટે જાણીતુ બને, શહેરોની અલગ ઓળખ બને તેનું આયોજન કરવા વડાપ્રધાનની મેયરોને હાંકલ
  • ગાંઘીનગર ખાતે ભાજપના બે દિવસીય રાષ્ટ્રીય મેયર સંમેલનનો રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના હસ્તે શુભારંભ

ગાંઘીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી સુશાસન વિભાગ દ્વારા બે દિવસય ચાલનારો  રાષ્ટ્રીય મેયર સંમેલનનો શુંભારંભ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીના હસ્તે કરવામાં આવ્યો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા.

નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે,આઝાદીના અમૃત કાળમાં આવનાર 25 વર્ષ માટે ભારતના શહેરી વિકાસના એક રોડ મેપ બનવવામાં આ સંમેલનની મહત્વની  ભૂમિકા રહેશે.સરદાર વલ્લભભાઇ પટેલે વર્ષો પહેલા જે મ્યુનિસીપલ કોર્પોરેશન ક્ષેત્રે જે કામ કર્યુ છે તેને આજે પણ બહુ સન્માન સાથે યાદ કરવામાં આવે છે. અંહી ઉપસ્થિત મેયરોએ પણ તેમના શહેરને તે સ્તર સુઘી લઇ જવાનો પ્રયાસ કરવાનો છે કે આવનારી પેઢી તમને યાદ કરે કે ભાજપના લોકો સત્તામાં આવ્યા પછી અહી પરિવર્તન આવ્યું છે.

1663662014798

ગુજરાતમાંથી મને ઘારાસભ્ય બનવાની તક મળી પછી જનતાએ મુખ્યમંત્રી બનવાના આશિર્વાદ આપ્યા. ગુજરાતમાં ઘણા વર્ષો પહેલા જી-ઓટોની શરૂઆત થઇ હતી. ગુજરાતમાં વર્ષો પહેલા મલ્ટી મોડલ કનેકટીવીટી પર કામ થયું. આ સમેંલનમાં ઉપસ્થિત મેયર અને ડે.મેયર એક બીજાના કામથી ઘણુ શીખી શકશે.

આજે ભારત અર્બન ઇન્ફાસ્ટ્રકચર પર મોટુ રોકાણ કરી રહ્યુ છે. 2014 સુઘી આપણા દેશમાં મેટ્રો નેટવર્ક 250 કિ.મીથી પણ ઓછુ હતું આજે દેશમાં મેટ્રો નેટવર્ક 775 કિ.મી થી પણ વધી ગયું છે. એક હજાર કિ.મીના નવા મેટ્રો રૂટ પર આજે કામ ચાલી રહ્યુ છે. આપણો પ્રયાસ છે કે આપણા શહેરો હોલીસ્ટીક લાઇફસ્ટાઇલ નું કેન્દ્ર બને આજે 100 થી વધુ શહેરોમાં સ્માર્ટ સુવિઘાનું નિર્માણ થઇ રહ્યુ છે. અત્યાર સુઘી દેશભરમાં 75 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેકટ પુર્ણ થયા છે. આપણા શહેરોની મોટી સમસ્યા અર્બન હાઉસિંગની હોય છે. ગુજરાતમાં હજારો ઘરો ઝુપડીમાં રહેતા ગરીબ વ્યકિતીઓને પાકા મકાન આપવાનું અભિયાન ચલાવ્યું. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સમગ્ર દેશમાં અંદાજે સવા કરોડ ઘર લોકોને આપવામાં આવ્યા છે. 2014 પહેલા શહેરી ગરીબોના ઘર માટે 20 હજાર કરોડની જોગવાઇ હતી તે પાછલા આઠ વર્ષમાં 2 લાખ કરોડથી પણ વધુની જોગવાઇ કરવામાં આવી છે. આ આંકડો શહેરી ગરીબો પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા દેખાડે છે. પ્રજા વચ્ચે જઇ કામ કરવાનો પ્રયાસ કરવામાં આવે. મધ્યમવર્ગ ના લોકોના ઘરના સ્વપ્નને સાકાર કરવા પણ સરકારે હજારો કરોડ રૂપિયાની મદદ કરી છે. આપણે રેરા જેવા કાયદા બનાવી લોકોના હિત સુરક્ષીત કર્યા. ભાજપના મેયરના રૂપમાં અને શહેરના પ્રથમ નાગરીકના રૂપમાં રીયલ એસ્ટેટ સેકટરને સારી અને ટ્રાન્સફરન્સ બનાવવાની આપ સૌની જવાબદારી છે. શહેરમાં બિલ્ડીંગનું ટ્રાન્સપરન્ટ ઓટીંડ થાય તે જરૂરી છે. જૂની બિલ્ડિગ પડી જવી અને બિલ્ડિંગમાં આગ લાગવી તે ચિંતાનો વિષય છે.

1663662014804

શહેરોમાં અર્બનરાઇજેશન થતુ જ રહેવાનું છે, શહેરોની જનસંખ્યા વધતી જવાની છે તેને ધ્યાને લઇ શહેરોમાં કાર્યો કરવામાં આવે જેથી શહેરોમાં ટુરિઝમ વધે, કોઇ પણ પ્રોડકટ માટે જાણીતુ બને, શહેરોની અલગ ઓળખ બને તેનું ધ્યાન રાખવુ. શહેરોના પ્લાનિગનું પણ ડિસેન્ટ્રલાઇજેશન થવું જોઇએ. રાજય સ્તરે પણ શહેરોનું પ્લાનિગ થવું જોઇએ. આયોજનપુર્વક ટીઅર-2, ટીઅર-3 સીટીને ડેવલોપ કરવામાં આવે તો મહાનગરમાં જે દબાણ વધે છે તે ઓછુ થશે નાના શહેરોમાં રોજગાર વઘે તેવા પ્રયાસ કરવામાં આવે.

મોદીએ વધુમાં જણાવ્યું કે, શહેરના વિકાસ માટે ખર્ચ પણ મોટો થાય છે જેથી શહેરના લોકોને વિકાસ માટે થતા ખર્ચાની જાણ થવી જરૂરી છે. ગરીબ પરિવારના બાળકો માટે વર્ષમાં એક વાર પરિવાર સાથે સંમેલન કરવામાં આવે તેમના બાળકોના ટેલેન્ટને નિખારવામાં મદદ કરવામાં આવે. શહેરોની સમસ્યા સુઘારવા આપણે આપણી આદત બદલવી જરૂરી છે. નાગરીકોની જીવનશૈલીમાં પરિવર્તન કરવું જરૂરી છે. વીજળી બચાવવા, સ્વચ્છતા અંગે,પાણી બચાવવા,ટેકસ સમયસર ભરવા જાગૃતિ લાવવા નાગરીકોના સ્વભાવને બદલવા પ્રયાસ કરવામાં આવે. નાગરિકોમાં જાગૃતિ લાવવા નિબંધ સ્પર્ઘા, રેલી, જુદા-જુદા સંમેલન કરવા જોઇએ. નવી પેઢી ને દિશા આપવાની જરૂર છે આપણે વિકસીત ભારત બનાવવાનું છે. ભાજપ સાશિત મેયરોનું કામ કાજ અલગ તરી આવવું જોઇએ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.