Abtak Media Google News

સમાજવાદી પાર્ટીના નેતા આઝામ ખાને બુલંદ શહેર ગેંગ રેપ કેસમાં સોશિયલ મીડિયા પર કરેલા બેફામ વાણીવિલાસ સામે થયેલી જનહિત અરજી પર સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી

સોશિયલ મીડિયામા અપશબ્દો અને ઉશ્કેરણીજનક ભાષા પર લગામ લગાવવી જરૂરી બની છે તેમ સુપ્રીમ કોર્ટે આજે કહ્યું છે.

Advertisement

સોશિયલ મીડીયા જેમ કે યૂ ટયુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિવટર લિન્કડ ઇન, જી-મેલ, ગૂગલ પ્લસ, વોટસ એપ થકી સમાજમાં ફેકાતું અપશબ્દો રૂપી ઝેર અને સમાજના ઊભાં ફાડિયા કરતું ઉશ્કેરણીજનક ભાષણ પર લગામ કરાવી નિહાયત જરૂરી બની ગઇ છે. કેમ કે તેનાથી ભદ્ર સમાજમાં વૈમનસ્ય ફેલાય છે.

સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન ઉપર મુજબ કહ્યું હતું સુપ્રીમ કોર્ટમાં જન હિત અરજી થઇહતી કે – દેશના મંત્રીઓ અને સરકારી બાબુઓના સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક, યુ ટયુબ, ટિવટર ઇન્સ્ટાગ્રામ, વોટસ એપ, ગૂગલ પ્લસ, જી-મેલ, લીંકડ ઇન વિગેરે પર બેફામ વાણીવિલાસ કરતા વિડિયો મૂકે છે. તેનાથી ક્રિમીનલ કેસોની તપાસ પર નકારાત્મક અસર થાય છે.

સુપ્રીમ કોર્ટમાં કરાયેલી જનહિત અરજીમાં સમાજવાદી પાર્ટીના લીડર આઝમ ખાને આપેલા એક પ્રવચનનો ઉલ્લેખ કરાયો છે. આઝમ ખાતે ઉત્તર પ્રદેશના બુંદી જીલ્લાના બુલંદ શહેરમાં થયેલા એક ગેંગ રેપનું સમર્થન કરતો તેની તરફેણમાં એક વિડીયો વોટસ એપ અપલોડ કર્યો હતો. વોટસ એપ પર એક બીજાને ગ્રુપીંગ કરાયેલા કે શેર કરાયેલા આઝમખાનના આ વીડિયોમાં ગેૅગ રેપની ઘટના માટે માત્રને માત્ર હિન્દુ પીડિતાને જ જવાબદાર ઠેરવવામાં આવી છે. તેમાં જધન્ય અપરાધી અગર સીસ્ટમને જવાબદાર ઠેરવવામાં આ જ નથી. ત્યારે યુપીમાં સપાની સરકાર હતી ઊલટાનો યુવતિનો વાક કાઢવામાં આવ્યો છે. આઝમ ખાનના આ બેફામ અને બેબાક બયાનથી રાજકીય વિવાદનો મધપૂડો પણ ઉત્તર પ્રદેશ અને દેશભરમાં છંછેડાય ગયો હતો.

સુપ્રીમ કોર્ટના જસ્ટીમ ચંદ્રચુડ સિંહ અને તેમની સહયોગી બેન્ચે (ખંડપીઠે) ગેંગ રેપની તપાસની દિશામાં વધુ પ્રકાશ પાડવા અને ન્યાય મેળવવા કરેલી એક જનહિત અરજીના ચુકાદા મામલે સુનાવણી કરતા ઉપર મુજબ કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.