Abtak Media Google News

પહેલાના ચોમાસાની પણ એક મઝા હતી, નદી, હોંકળામાં પૂર જોવાની સાથે મૂશળધાર વરસાદમાં ન્હાવાની મોજ પડી જતી હતી: ચોમાસામાં શેરી આનંદને મિત્રોની ટોળકીનો જલ્વો હતો

જઋતુંચક્રોમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણ ઋતું છે. શિયાળાની ઠંડી, ઉનાળાની ગરમીને ચોમાસાનો વરસાદ તેની મુખ્ય ઓળખ છે. આપણી અર્થ વ્યવસ્થા સાથે સારો વરસાદ અસર કરતો હોવાથી તેની વિવિધ આગાહી, ભડલીવાક્યો સાથે પ્રાચિનવર્ષા વિજ્ઞાનનો ઇતિહાસ જોવા મળે છે. પવનના આધારે વર્ષાનું વિજ્ઞાન છે. તો પવન કેવો વરસાદ લાવે તે હવામાન વિભાગ તેની આગાહી કરે છે. દેશની ભુગોળ તેમજ દરિયા ઉપરથી આવતા પણ તેમાં મહત્વનો ભાગ ભજવે છે. આજકાલ ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુચક્રોમાં ફેરફાર જોવા મળે છે, બાકી તો 1લી જૂને કેરળમાં ચોમાસું બેસે અને 16 જૂને કે ભીમ અગિયારસે ગુજરાતમાં વરસાદ આવે તેવું વર્ષો પહેલા આપણે ભણતરમાં આવતું. ચોમાસા દરમ્યાન વાયવ્ય ખૂણાના પવનને ગેરન્ટેડ પવન કહેવાય છે જે અમુક વરસાદ લાવે છે. આપણી તળપદી ભાષામાં તેને સૂરિયો પવન કે ખારી પવન પણ કહેવાય છે.

પ્રાચિન વર્ષા વિજ્ઞાન સાથે હવામાન અંગે આધુનિક વિજ્ઞાનની મદદથી તેની આગાહી થતી હોય છે: ચોમાસાની ઋતું દરમ્યાન ક્યો પવન વાય છે તે તેની સંભાવના વધારે છે

Rain 1024X683 1આથમણો કે પશ્ર્ચિમનો પવન સામાન્ય વરસાદ લાવે છે, તો નૈઋત્યનો પવન વરસાદનો હેલી જેવો માહોલ લાવે છે. દક્ષિણ ખૂણાના પવનથી ઘટાટોપ વાતાવરણ બને પણ વરસાદની સંભાવના ઓછી હોય છે. અગ્નિ ખૂણાનો પવન હોય તો કાળા ડિંબાગ વાદળો હોવા છતા વરસાદ પડતો નથી. એવી જ રીતે પૂર્વ દિશાનો પવન પણ મધ્યમ વરસાદ લાવે છે અને ઇશાન ખૂણાનો પવન પણ સારો વરસાદ લાવે છે. સૌથી સારી દિશામાં ઉત્તર દિશાનો પવન છે જે વાય તો અતિભારે વરસાદ પડે છે.

વરસાદનું એક આખું વિજ્ઞાન પહેલા હતું અને આજે પણ છે. હવામાન ખાતાની આગાહી અને ઋતુચક્રને સમજવા હવામાન ઉપર અસર કરે છે. આબોહવાનો અભ્યાસ સમગ્ર વર્ષ દરમ્યાન થતો જ રહે છે, જેમા અવલોકન, તારણો, માહિતીનો સ્ત્રોત, વ્યાપક નિરીક્ષણો વિગેરે માહિતી ભેગી કરીને પવનનો વરતારો જોઇને આગાહી કરાતી હોય છે. બધા જ પ્રકારની મળેલી માહિતીનું પૃથકરણ કરવામાં આવે છે. વિશેષમાં વાતાવરણનો ભેજ, તાપમાન, પવનની ગતી અને દિશા વિગેરેને માપવા આજકાલ તો અદ્યતન સાધનો ઉપલબ્ધ હોવાથી ચોક્કસ માહિતી મેળવીને વધુ વિશ્ર્વાસપાત્ર અને સચોટ આગાહી થઇ શકે છે.

ઉપગ્રહો દ્વારા માહિતી મેળવાય છે જેમાં ધરતી પરથી જે પરિબળો માપી શકાતા નથી તે પણ તેની મદદથી ચોક્કસ રીતે માપી કે ગણતરી કરી શકાય છે. આજે તો કોમ્પ્યૂટરની મદદથી માહિતીનું ઝડપી અને સચોટ વિશ્ર્લેષણ થઇ શકે છે. આવી બધી ફેસીલીટી હોવા છતા ઘણીવાર આગાહી ખોટી પડે છે, તેના કારણોમાં દુનિયાભરના મોસમ કરતાં આપણું હવામાન કે જે મૌસમી પવનોથી નક્કી થાય છે. તેમાં ઘણુ વધુ અને ગુંચવણભર્યા પરિબળો અસર કરતા હોય છે. કેટલીક વખત ટેકનિકલ કે માનવીય મર્યાદાને કારણે તેનું સચોટ માપન ન થતાં આવું બને છે.

ચોમાસા દરમ્યાન વાયવ્ય ખૂણાનો પવન જેને આપણે સુરીયો પવન કરીએ છીએ તો અમુક તેને ખારી પવન કરે છે, આ પવન ગેરંટી સાથે વરસાદને લાવે છે

59390122

આજના યુગમાં સારો વૈજ્ઞાનિક વિકાસ થવાથી હવે ચોક્કસ આગાહી કરી શકાય છે. વરસાદનું નક્કી નથી હોતું. ક્યારેક ધોધમાર તૂટી પડે તો ક્યારેક ઝાપટાં પડે, ઝરમર વરસ્યા કરે. રમતિયાળ વરસાદ સૌને ગમે પણ વિદ્યાર્થીઓને આ વરસાદ ન ગમે કારણે સવારે લગભગ વરસાદ ન પડતાં બપોરની શિફ્ટવાળાને રજાની અને વરસાદમાં ન્હાવાની મઝા પડી જાય છે. છાત્રો દફ્તર પલળવાની બીકે પણ હેરાન થતાં હોય છે. વરસાદ ક્યારેક તો ભયંકર આંધી સાથે ત્રાટકીને ખાના ખરાબી સર્જે છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે. આ બધી વરસાદની રમતમાં વાદળોના કદ, ઊંચાઇ અને તેમાં રહેલા પાણીના જથ્થા પર આધાર રાખે છે, તેમાં ખાસ પવનની ભૂમિકા મહત્વની હોય છે.

વાદળમાં કેટલું પાણી છે તે જાણવા ‘ડોટલર’ નામનું સાધન વપરાય છે. વાદળો પાણીની વરાળના બને જે પ્રારંભે વરાળના કળો હોય તે ઠંડા પડીને પાણીના ફોરા બને છે, આમ વધુ ઠંડા પડતા વજન વધતા તે તૂટીને વરસાદના સ્વરૂપે જમીન ઉપર પડે છે. વરસાદનું પાણી કલાકના ત્રીસની ઝડપે જમીન ઉપર પડે છે, તેથી ઘણી વાર આપણને તેના છાંટા લાગતા હોય છે. એક ઇંચ વરસાદ પડે તો તેટલા પાણીનું વજન 118 ટન થાય તેમ એ પધ્ધતિની ગણતરી જણાવે છે.
આપણો દેશ ખેતી આધારિત હોવાથી સારા વરસાદની જરૂર પડે છે, ખેડૂતોના પાક માટે વરસાદ જરૂરી છે. વાવણી કર્યા બાદ જો સમયસર વરસાદ ન થાય કે પાછળથી ખેંચાય તો પણ ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે. આપણે મેઘરાજા કે વર્ષારાણીને રીઝવવા ધૂન-ભજન પણ કરતા હોય છે. કુલ 12 પ્રકારનાં વરસાદ જોવા મળે છે. જેમાં ફરફર, છાંટા, ફોરા, કરા, પછેડીવા, નેવાંધાર, મોલ, અનરાધાર, મૂશળધાર, ઢેફાભાંગ, પાણ, હેલી જેવા અગિયાર પ્રકારનાં વરસાદ હોય છે પણ અઠવાડિયા સુધી કોઇપણ વરસાદ ચાલુ રહે તેને હેલી કહેવાય છે. બારે પ્રકારના મેઘ એક સાથે વરસે ત્યારે તેને ‘બારે મેઘખાંગા’ થયા કહેવાય છે.

Whatsapp Image 2022 06 15 At 9.50.56 Am 1

વરસાદની માપણી મીલી મીટરમાં કરાઇ છે. આપણા ગ્રહ ઉપર સરેરાશ 1000 એમ.એમ. વરસાદ દર વર્ષે પડે છે. વરસાદની માત્રા માપવા ગ્રહના જુદાજુદા પ્રદેશોની વરસાદની માત્રાનું અવલોકન કરાય છે. આમ પૃથ્વીની સપાટી માટે તેની વિતરણની સામાન્ય પેટર્ન બનાવાય છે. વિષુવવૃત્તિય પટ્ટામાં મહત્તમ વરસાદ દર વર્ષે 2000 એમએમ અને ન્યૂનતમ વિષુવવૃત્તિય અને ધ્રુવીય વિસ્તારોમાં 200 થી 250 એમએમ પ્રતિવર્ષ પડે છે. મધ્યમ પટ્ટામાં સરેરાશ વાર્ષિક વરસાદ દર વર્ષે 500 થી 600 એમએમ પડે છે. દરેક આબોહવાના પટ્ટામાં વરસાદના પડવામાં પણ અસમાનતા જોવા મળે છે. હાલ વૃક્ષોનું ઘટતું પ્રમાણ, પ્રદૂષણ સાથે ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્ર્વિક સમસ્યાને કારણે દર વર્ષે વરસાદની વધ-ઘટ જોવા મળે છે.

ચોમાસા સિવાયના કમોસમી વરસાદને ‘માવઠું’ કહેવાય છે. મોટાભાગે આ શિયાળામાં જોવા મળે છે, પણ ક્યારેક તો ઉનાળામાં પણ માવઠાનો વરસાદ પડતો જોવા મળે છે. આવો વરસાદ મોટાભાગે પાકને ભારે નુકશાન કરતો જોવા મળે છે. શિયાળા પછી થતો વરસાદ ‘ઘઉં’ના પાકને અને કેરી માટે ખૂબ નુકશાન કરતો જોવા મળે છે. આપણે વર્ષોથી ચોપડીમાં ભણતા આવીએ છીએ કે દુનિયામાં સૌથી વધુ વરસાદ ચેરાપુંજીમાં પડે છે, જો કે આજના યુગમાં તેની બાજુમાં આવેલા માવસિનરામમાં વધુ વરસાદ પડે છે.

આપણાં દેશમાં ચોથી સદીમાં વરસાદ માપવાના યંત્રો હતા !!

Whatsapp Image 2022 06 15 At 9.50.48 Am

વરસાદ કુલ 11 પ્રકારના જોવા મળે અને આ તમામ પ્રકારોની હેલી એક અઠવાડીયા સુધી વર્ષે તેને ‘બારે મેઘ ખાંગા’ થયા કહેવાય છે. વિજ્ઞાનીઓએ વરસાદના લક્ષણ પ્રમાણે તેના ત્રણ પ્રકારો પાડ્યા છે. જેમાં ક્ધવેક્શનલ (વાહનીક), સાયક્લોનિક (ચક્રવાત), અને રિલીફ (પર્વતીય) છે. વાહનીક વરસાદ મોટાભાગે વિષુવવૃત પર થાય છે અને તે મૂશળધાર હોય છે. પૃથ્વીના મોટાભાગમાં પર્વતીય કે રિલીફ પ્રકારનો વરસાદ વરસે છે. ભારતમાં નૈઋત્યનું ચોમાસું હિમાલય પર્વતને કારણે સર્જાય છે તે પવર્તીય વર્ષા કહેવાય છે. સમગ્ર મધ્ય એશિયા હિમાલયની વૃષ્ટિ છાયાનો પ્રદેશ કહેવાય છે. વિશ્ર્વનાં ઠંડા પ્રદેશોમાં ચક્રવાતનો વરસાદ પડે છે. જેમાં ચક્રવાત અને આંધી વધુ જોવા મળે છે. આ વર્ષા ગરમીના દિવસોમાં વધુ જોવા મળે છે.
વરસાદનું માપ ઇંચમાં કે સેન્ટીમીટરમાં લેવાય છે. આપણાં દેશમાં ઇ.સ.પૂર્વે ચોથી સદીમાં વરસાદ માપવાના યંત્રો હતા. વરસાદ માપવાના સાધનને ‘રેઇનગોજ’ કહેવાય છે. હાલમાં સ્ટાન્ડર્ડ ગણાય તેવું સાધન 20 સે.મી. વ્યાસના 50 સે.મી. ઊંચા નળાકારમાં બે સે.મી.વ્યાસવાળી ભૂંગળીની ગરણી મૂકીને બનાવાય છે. આ સિલીન્ડર ઉપર 0.5 મી.મી.ના આંક હોય છે.

વરસાદના બાર પ્રકારો
– ફરફર
– છાંટા
– ફોરા
– કરા
– પછેડીવા
– નેવાધાર
– મોલમેહ
– અનરાધાર
– મૂશળધાર
– ઢેફા ભાંગ
– પાણ મેહ
– હેલી વરસાદ (બારે મેઘ ખાંગા)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.