Abtak Media Google News

ચીન,સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, થાઈલેન્ડ અને જાપાનથી ભારત આવતા મુસાફરો માટે નવી ગાઈડલાઈન: અમદાવાદ: સુરત એરપોર્ટને જાણ કરાય

ભારતમાં કોરોનાના  કેસમાં સતત  વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે કેન્દ્ર સરકારના  આરોગ્ય  મંત્રાલય દ્વારા નવી ગાઈડલાઈન જાહેર  કરવામાં આવી છે.જેમાં છ દેશમાંથી  ભારતમાં આવતા મુસાફરોએ પોતાનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટીવ  સાથે રાખવાનો રહેશે. આ અંગે અમદાવાદ અને  સુરત એરપોર્ટ ડિરેકટરને પત્ર લખી જાણ કરી દેવામાં આવી છે.

ચીન,સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, થાઈલેન્ડ અને જાપાનથી  ભારતની મુસાફરીએ આવતા લોકોએ પોતાની સાથે કોરોનાનો આરટીપીસીઆરનો નેગેટીવ રિપોર્ટ સાથે રાખવો ફરજીયાત કરી દેવામાં આવ્યો છે.  આગામી દિવસોમાં કોરોનાની  ગાઈડલાઈન વધુ આકરી   બનાવવામાં આવી શકે છે.

વિદેશથી આવતા જી 20ના મહેમાનોને ફરજિયાત આરટીપીસીઆર કરાવવો પડશે

કોરોનાના કેસો વધતાં સરકારે સતર્કતા રૂપે સુરક્ષાના પગલાં લીધાં છે.જી 20 બેઠકમાં વિદેશથી આવનારા મુસાફરો માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. આ બેઠકમાં 6 દેશોમાંથી આવનારા મુસાફરોએ આ ટેસ્ટ ફરજિયાત કરવો પડશે. તે ઉપરાંત જાપાન અને કોરિયાથી આવનારા મુસાફરોના પણ ટેસ્ટ કરાશે. મુસાફરોએ એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રીપોર્ટ અપલોડ કરવો પડશે. કેન્દ્ર સરકારે આ બેઠકમાં આવનારા વિદેશી મહેમાનો માટે ટેસ્ટ કરાવવાની સૂચના આપી છે.

આ ટેસ્ટ અમદાવાદ અને સુરત એરપોર્ટ પર થશે. ગુજરાત 2થી 4 એપ્રિલ, 2023 દરમિયાન ગાંધીનગર ખાતે બીજી એનર્જી ટ્રાન્ઝીશન વર્કિંગ ગ્રુપ મીટિંગની યજમાની કરવા માટે તૈયાર છે. આ કાર્યક્રમમાં વિવિધ દેશોના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ હિસ્સો લેશે.

જેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, બ્રાઝિલ, કેનેડા, ચાઇના, ડેન્માર્ક, ઇજિપ્ત, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટલી, જાપાન, મોરેશિયસ, મેક્સિકો, નેધરલેન્ડ્સ, નાઇજિરિયા, ઓમાન, સાઉથ કોરિયા,  રશિયા, સાઉદી અરેબિયા, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા, સ્પેન, તુર્કી, યુએઇ, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને અન્ય દેશોનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.