Abtak Media Google News

 કોરોના બાદ લોકોની ખરીદ શક્તિમાં વધારો નોંધાતા વિદેશી કંપનીઓ ભારતના આંગણે

ભારત દેશ સતત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ભારતના વિકાસમાં સહભાગી બનવા માટે વિદેશની 24 જેટલી કંપનીઓ 24 બ્રાન્ડ સાથે ઝમ્પલાવશે. કોરોના બાદ લોકોની ખરીદ શક્તિમાં વધારો નોંધાતા આ વિદેશી કંપનીઓ ભારતના આંગણે આવી છે અને આવનારા સમયમાં પણ આ આંકડો સતત વધતો રહે તેવી સ્પષ્ટતા પણ થઈ રહી છે. વર્ષ 2020 માં આખા વર્ષમાં એક વૈશ્વિક કંપની ભારતમાં રોકાણ કરતી હતી જે વર્ષ 2021 માં આંકડો 3એ પહોંચ્યો અને વર્ષ 2022 માં આંકડો 11ને પાર થયો છે.

બીજી તરફ કોરોના ના સમયગાળા બાદ ભારતમાં વિદેશી કંપનીઓ નો આંકડો સતત વધી રહ્યો છે જેમાં રોબોટોકાવેલી, ડનહીલ અને ફુટ લોકર્સ પણ ભારતમાં આવી રહ્યું છે. જ્યારે ખાદ્ય ક્ષેત્રની વાત કરવામાં આવે તો લવાઝા, અરમાની કાફે અને જાંબાનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં કોસ્મેટીક ક્ષેત્રે વેલેન્ટીનો, મેકલરન અને બેલેન્સીએગા પણ આવનારા જોજ મહિનાઓમાં ભારતમાં પોતાના શોરૂમ ઉભા કરશે. ભારતના લોકો હવે દિન પ્રતિદિન બ્રાન્ડ કોન્સિયસ થતા જાય છે ત્યારે આ તમામ બ્રાન્ડ ભારતમાં ઊભી થતા જ દેશને આર્થિક રીતે ઘણો ફાયદો પહોંચે અને લોકોની ખરીદ શક્તિમાં પણ વધારો નોંધાશે.

માર્કેટ તજજ્ઞોનું માનવું છે કે આગામી વર્ષ 2023 સુધીમાં આશરે 30 થી 35 જેટલી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ભારતમાં પોતાના શોરૂમ ઉભા કરશે અને રિટેલ ક્ષેત્રને વધુ વિકસિત બનાવશે. રિલાયન્સ સહિતની કંપનીઓ વિદેશની અન્ય કંપનીઓ સાથે હાથ મિલાવી રહી છે જેનો ફાયદો ભારત અને અને દેશમાં વસતા લોકોને મળશે. જે વિદેશી કંપનીઓ ભારતમાં પોતાના શોરૂમ સ્થાપવા માટે રસ દાખવી રહી છે તેમાં અનેકવિધ અપેરિયલ, કોસ્મેટિક્સ, ફૂટવેર, વોચ, બેવરેજ, જવેલરી સહિત અનેક. એટલું જ નહીં ભારત વિશ્વનો પાંચમો સૌથી મોટો દેશ છે કે જ્યાં લોકો ખરીદી કરવા આવતા હોય છે અને કોરોના બાદ આ આંકડો સતત વધી રહ્યો છે. જ્યારે હાલ જે વાત સામે આવી રહી છે તેને ધ્યાને લઈ ભારતના વિકાસમાં સહભાગી બનવા 24 વિદેશી કંપનીઓ તેની 24 બ્રાન્ડ સાથે ઝંપલાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.