Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે આગામી 1લી ડિસેમ્બરે યોજાનારા મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ બે દિવસ જ બાકી રહ્યા છે. ભાજપ દ્વારા 160 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસે 89 ઉમેદવારો ડિક્લેર કરી દીધા છે. આમ આદમી પાર્ટી દ્વારા પણ 177 જેટલા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા હોય આજે વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવા માટે તમામ જિલ્લા અને તાલુકા મથકોએ ભારે ધસારો જોવા મળ્યો હતો. ત્યારે સુરતમાં વીનું મોરડીયા રજવાડી ઠાઠ સાથે ધૂડ સવારી કરીને ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા  હતા.

Screenshot 8 6

સુરતના વિનોદ મોરડીયાને ભાજપ દ્વારા કતારગામ વિસ્તારમાંથી ટીકીટ મળી છે ત્યારે આજે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઘુડસવારી કરીને નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ નિવાસસ્થાનેથી નીકળીને સૌ પહેલા સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયા હતા.
Fhqov9Iacaasxcn

ઉમેદવારીપત્ર ભરવા માટે તેઓ ઘોડા પર મંદિરે પહોંચ્યા, ત્યાર બાદ ચૂંટણી અધિકારીઓ પાસે જવા રવાના થયા હતા. વિનોદ મોરડિયા રેલી સ્વરૂપે ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા.

Fhq6Dd7Auaa8Lbs

નેતાની શાહી સવારી…અશ્વપ્રેમી છે વિનુ મોરડિયા

રાજ્ય સરકારના શહેરી વિકાસમંત્રી વિનુ મોરડિયાને ઘોડેસવારીનો જબરો શોખ છે. તેઓ સમયાંતરે ઘોડેસવારી કરીને લોકોનું ધ્યાન ખેંચતા હોય છે. ગયા વર્ષે પણ તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા ત્યારે ઘોડા ઉપર સવાર થઈને જ ગયા હતા. ઘોડેસવારી તેમનો મનગમતો શોખ છે. સમયાંતરે તેઓ ઘોડેસવારી કરવાનું પસંદ કરતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.