Abtak Media Google News

અમુલ ફેડ. ડેરી પ્લાન્ટ-ર ના કારણે  પશુપાલકોને રોજગારીની વિપુલ તકો પ્રાપ્ત થશે: ડેરી ઉદ્યોગને વેગ મળશે : ભૂપતભાઈ બોદર

અબતક, રાજકોટ

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે  આત્મનિર્ભર ભારતના પ્રણેતા, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકલાડીલા યશસ્વી પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી રાજકોટ ખાતે પધારી રહયા છે અને રાજકોટ ખાતે રોડ-શો, જાહેરસભા, વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહુર્ત અને લોકાપર્ણ જેવા અનેકવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે અને રાજકોટ શહેર તેમજ જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોની હારમાળા સર્જાવાની છે. ત્યારે રાજકોટ ની મુલાકાત દરમ્યાન  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નવા અમુલ ફેડ. ડેરી-ર ના મેગા ડેરી પ્લાન્ટનું ઈ-ભુમિપુજન કરવા જઈ રહયા છે ત્યારે રાજકોટ જિલ્લાના સર્વે ગ્રામજનોમાં હરખની હેલી વ્યાપી ગઈ છે. ત્યારે વિકાસનો પર્યાય બની ગયેલા  પ્રધાનસેવક નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના સીમાડાઓ સર કરી રહયો છે.

ત્યારે ભારત વાર્ષિક દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રિમ સ્થાન ધરાવે છે તેવી જ રીતે ગુજરાત રાજય એ દેશનું દૂધ ઉત્પાદન માટેનું પ્રમુખ રાજય છે. ત્યારે  નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારતમાં ડેરી અને કૃષિ એ આજીવિકા  છે, વેપાર નથી ની ઉકિતને સાકાર કરતા ડેરી ઉદ્યોગ અને પશુપાલકો માટે નરેન્દભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે અનેકાનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે. દેશના ડેરી ક્ષોત્રમાં વિકાસ અને પ્રગતિ થઈ છે. રાજકોટના આંગણે ગઢકા ખાતે  નરેન્દ્રભાઈ મોદી નવા અમુલ ફેડ. ડેરી-ર ના મેગા ડેરી પ્લાન્ટનું ઈ-ભુમિપુજન કરવા જઈ રહયા છે. આ રૂા. પ00 કરોડના ખર્ચે  આકાર લઈ રહેલ અમુલ ફેડ. ડેરી પ્લાન્ટ-ર માં રોજનું ર0 લાખ મીલ્ક પ્રોસેસીંગ કરવાની ક્ષામતા ધરાવે છે અને દુધ તેમજ શુધ્ધ ઘી, બટર, મીલ્ક પાવડર, આઈસક્રીમ જેવી અનેકવિધ વસ્તુઓનું ઉત્પાદન પણ થશે. ત્યારે આ અમુલ ફેડ. ડેરી પ્લાન્ટ-ર ના કારણે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય લોકોને તેમજ પશુપાલકોને રોજગારીની વિપુલ તકો પ્રાપ્ત થશે.તેમજ ડેરી ઉદ્યોગને વેગ મળશે. ત્યારે આ અંગે રાજયના પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડીયા, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, કેયુરભાઈ ઢોલરીયા વગેરે આગેવાનો તથા મહાનુભાવો એ રાજકોટના આંગણે નવા અમુલ ફેડ. ફાળવવા માટે કરેલા સહયારા પ્રયાસોને સફળતા મળી છે. અને રાજકોટના આંગણે ગઢકા ખાતે માન.શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે  નવા અમુલ ફેડ. ડેરી-ર ના મેગા ડેરી પ્લાન્ટનું ઈ-ભુમિપુજન થઈ રહયુ છે ત્યારે રાજકોટ જિલ્લાના સર્વે ગ્રામજનોમાં હરખની હેલી વ્યાપી ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.