Abtak Media Google News

રાજ્યની ૧૬૫ થી વધુ ખાસ શાળાઓમાં અભ્યાસ કરતા વિકલાંગ બાળકોનો પ્રવેશ રાજ્યના સમાજ સુરક્ષા ખાતા દ્વારા અટકાવી દેવા આદેશ કરવામાં આવ્યો હતો. તેની સામે શ્રી લાભુભાઈ સોનાણી પ્રમુખ ગુજરાત અપંગ સંસ્થા સંચાલક સંઘ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકારને તાકીદે પરિપત્ર પરત ખેંચવામાં નહિ આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી આપી હતી.

Advertisement

સરકારે પરિપત્ર પાછો ખેંચી અગાઉ મુજબ ખાસ શાળાઓને પોતાની કામગીરી બજાવવા નવો પરિપત્ર પ્રસિદ્ધ કરી દીધો હતો.

માત્ર ચોવીસ કલાકમાં વિકલાંગ બાળકોના સર્વાંગી વિકાસની પ્રવૃતિઓને આંચ ન આવે તેવી કામગીરી બજવવા બદલ આજરોજ પ્રજ્ઞાચક્ષુ બાળકોના વાલીઓના પ્રતિનિધિ તરીકે ગોરધનભાઈ બચુભાઈ સોરઠીયા, ધીરજલાલ અરજણભાઈ પરમાર અને ધી‚રૂભાઈ બાવાભાઈ જાસલિયા રાજકોટથી ખાસ શાળાના કાર્યાલયમાં આવી લાભુભાઈ સોનાણી અને સમગ્ર ટીમનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ટ્રેઝરર શ્રી પંકજભાઈ ત્રિવેદી તેમજ હસમુખભાઈ ધોરડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.