Abtak Media Google News

વિદેશના બદલે ભારતીય શ્ર્વાનને પાળવા વડાપ્રધાનની અપીલને આવકારતા મેનકા ગાંધી

આત્મનિર્ભર ભારતનો ભારતીય શ્ર્વાન એક આયામ છે. દેશવાસીઓને વિદેશીના બદલે સ્વદેશી શ્ર્વાનને પાળવાની વડાપ્રધાને અપીલ કરી છે જેને સાંસદ મેનકા ગાંધીએ આવકારી છે.

Advertisement

વિશ્વ જ્યારે આર્થિક સંકડામણના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે તેમાંથી બહાર આવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોકલ ટુ લોકલ પર ભાર મૂક્યો છે. સાથે સાથે એમણે આ દેશને આત્મનિર્ભર બનાવવાનું સપનુ પણ જોયું છે, જેને સાકાર કરવા માટે નાનામાં નાની વાત પણ તેઓ તેમાં વણી લે છે. જેમકે, તેમણે ’મન કી બાત’ કાર્યક્રમમાં એક સૂચન આપતા જણાવ્યું હતું કે, દેશમાં અનેક લોકોને શ્વાન પાળવાનો શોખ છે. આથી, તેવા લોકોએ વિદેશમાંથી શ્વાનની પ્રજાતિ ન લાવતા અહીં આપણા દેશમાં જ ઉછરેલા શ્વાનને પ્રાધાન્ય આપવું જોઈએ.

ભારતીય શ્વાનોની સંભાળ માટે થતો ખર્ચ પણ નજીવો હોય છે. તેઓ અહીંના વાતાવરણમાં  અનુકૂળ હોવાથી અન્ય કોઈ તકલીફ ઊભી થતી નથી. ભારતીય ઉત્તમ જાતિઓ જેમ કે, મુધોલ અને હિમાચલી શિકારી ઉત્તમ વંશાવલિ છે. રાજપાલમયમ, કાન્ની, ચિપ્પીપરાય અને કોમ્બસ વિ.નો સમાવેશ પણ આમાં કરી શકાય.

આ શ્વાનની સુંદરતા અને ગુણવત્તા જોતા તેમને આપણી ભારતીય સુરક્ષા એજન્સીમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આર્મી, સીઆઈએસએફ, એનએસજીલ, મુઘોલ હાઉને ટ્રેનિંગ આપી ડોગ સ્કવોડમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. સીઆરપીએફએ મ્બાઈનો ઉપયોગમાં લીધા છે, જ્યારે ઇન્ડિયન કાઉન્સીલર એગ્રીકલ્ચર  ટીમ નશલ શ્વાન પર રિસર્ચ કરી રહી છે. દરેકનો એક જ હેતુ છે કે ભારતીય પ્રજાતિને વધુ સુંદર અને ઉપયોગી બનાવવામાં આવે.

કૂતરાઓની આ વંશાવલી માટે વધુ માહિતી ઇન્ટરનેટ પર મળી આવે છે. જ્યારે પણ કૂતરા પાળવાની ઈચ્છા થાય તો આ દેશની ઉત્તમ વંશાવલી ગણાતી જાતિમાંથી પસંદ કરી શકો છો. આ જાતિના શ્વાન આપત્તિ, વ્યવસ્થાપન અને બચાવ અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતમાં કરેલી અપીલને લોકસભા સભ્ય શ્રીમતી મેનકા સંજય ગાંધી દ્વારા વધાવી લેવામાં આવી છે. સાથોસાથ, એમણે આ અંગે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વડાપ્રધાનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેમ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના સદસ્ય ગીરીશ શાહે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.