Abtak Media Google News

જૈનચાર્ય પૂ. કવિન્દ્રસાગરજી મ.સા.ના સાનિધ્યમાં ગુરુદેવના ૮૯મા જન્મોત્સવની પાલીતાણા તીર્થમાં સધાર્મિક મીઠાઇ વિતરણ અને સંઘ પ્રભાવતા સાથે ઉજવણી

સળંગ ૫૪માં વર્ષીતપના આરાધક તપસ્વીરત્ન અચલગચ્છાધિપતિ પૂજય ગુણોદયસાગરસૂરીજી મ.સા.ના આત્મશ્રેયાર્થે તેમના જન્મોત્સવ દિન આવતીકાલે ભાદરવા સુદ પૂનમના પાવન દિવસથી એક વર્ષ સુધી નવ લાખ નવકાર જાપ અભિયાનનો પ્રારંભ થશે. જૈનાચાર્ય પૂ. વિરભદ્રસાગરજી મ.સા.ના સાંનિધ્યમાં આવતીકાલે સવારે ૯:૩૦ કલાકે પૂ. ગુરુદેવને અગ્નીદાહ આપવામાં આવ્યો તે સ્થળ પર દીપ પ્રાગટય સાથે નવ લાખ નવકાર મહામંત્રના જાપનો શુભારંભ કરવામાં આવશે.

Advertisement

સળંગ ૫૪ વર્ષીતપની ઉગ્ર ત૫શ્ર્ચર્યા કરનાર તપસ્વીરત્ન અચલગચ્છાધિપતિ પૂ.ગુણોદયસાગર સૂરીશ્ર્વરજી મ.સા. તાજેતરમાં કચ્છના ૭૨ જિનાલય ખાતે કાળધર્મ પામ્યા છે. તેમના આત્મશ્રેયાર્થે દેશભરમાં તેમના શ્રાવકો દ્વારા નવ લાખ નવકાર મંત્રના જાપનું આયોજન કરવામાં આવ્યું છે. જૈનાચાર્ય પૂ. વિરભદ્રસાગરજી મ.સા.ના. સાંનિધ્યમાં આજ સવારે ૯:૩૦ કલાકે નવકાર મંત્રના જાપનો શુભારંભ કરવામાં આવશે. આ દિવસ પૂ. ગુરુદેવનો જન્મ દિવસ છે ત્યારે પૂ. ગુરુદેવના જન્મોત્સવ પ્રસંગથી સળંગ ૫૪ અઠવાડિયા સુધી દેશભરના ગુરુદેવના શ્રાવકો દ્વારા નવલખા નવકારના જાપ દર અઠવાડિયે કરવામાં આવશે.

આ ઉપરાંત પાલીતાણા તીર્થ ખાતે ચાતુર્માસ બિરાજમાન પૂ. ગુરુદેવના શિષ્ય અને સળંગ ૧૯માં વર્ષીતપના આરાધક તપસ્વી જૈનાચાર્ય પૂ. કવિન્દ્રસાગરજી મ.સા.ના. સાંનિધ્યમાં ગુરુદેવના ૮૯માં જન્મોતસવની સેવાકીય પ્રવૃત્ઓિ સાથે ઉજવણી કરવામાં આવશે. પૂજય આચાર્યની પ્રેરણાથી ગુરુદેવના જન્મતિથિની પુણ્યસ્મૃતિમાં પાલીતાણામાં રહેતાં ૪૦૫ જૈન પરિવારોને સવાશેર મિઠાઇ સાથે રૂ.૮૯ની પ્રભાવના કરવામાં આવશે. પાલીતાણાની વિવિધ ધર્મશાળાના સ્ટાફના પરિવારોને પણ મીઠાઇ વિતરણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.