Abtak Media Google News

ધોળાવીરા અને ભચાઉમાં . થી .૫ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપની નવી ફોલ્ટ લાઇન સક્રિય બની છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ૪૮ કલાકમાં ભૂકંપના ૧૭ આંચકા આવ્યા છે. બુધવારની વહેલી પરોઢે કચ્છના ધોળાવીરામાં ૧.૭ની તીવ્રતાનો અને ભચાઉમાં સવારે ૬.૩૦ વાગ્યે ૩.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છનાં ધોળાવીરા અને ભચાઉમાં આજે સવારે ૧.૭થી ૩.૩ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ભૂકંપનાં ફરી આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ૪૮ કલાકમાં ભૂકંપનાં ૧૭ આંચકા આવ્યા છે. આ અંગે સિસ્મોલોજી વિભાગમાંથી મળતી માહિતી મુજબ બુધવારે સવારે ૪.૧૦ વાગ્યે કચ્છના ધોળાવીરામાં ૧.૭ તથા ભચાઉમાં સવારે ૬.૩૬ વાગ્યે ૩.૩ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. કોઈ નુકસાન થયાનું જાણવા મળ્યું હતું.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલ મુજબ ૫. ૧૬ વાગ્યે બોટાદ નજીક ૨.૦ની તીવ્રતા ધરાવતો ભૂકંપ અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિન્દુ બોટાદથી ૩૧ કિ.મી. દૂર નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું હતું. જ્યારે મંગળવારે સાંજે ૬.૦૮ વાગ્યે જામનગરથી ૨૬ કિ.મી. દૂર સાઉથ ઈસ્ટ દિશામાં ૨.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જ્યારે રાત્રીના ગીર સોમનાથ જિલ્લાના તાલાલા નજીક ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. જેમાં રાત્રીના ૮.૨૯ વાગ્યે ૧.૩ અને રાત્રીના ૧૦.૦૨ વાગ્યે ૧.૨ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જ્યારે કચ્છમાં વહેલી સવારે ૪.૦૯ વાગ્યે ૧.૭ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જ્યારે સવારે ૬.૩૬ વાગ્યે કચ્છના ભચાઉમાં ૩.૩ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.