Abtak Media Google News

જેતપુરમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા માત્ર પુત્રીઓ ધરાવતી માતાનું સન્માન કરાયું: વોકહાર્ટ હોસ્પિટલના મહિલા તબીબોનું માર્ગદર્શન પ્રવચન

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, જેતપુર આયોજીત અને વોકહાર્ટ હોસ્પિટલ દ્વારા જેતપુર ખાતે નબેટી બચાવો, બેટી પઢાઓથના કાર્યક્રમ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં બે હજારથી વધુ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને જે માતાઓને માત્ર પુત્રીઓ જ છે તેવી માતા-પુત્રીઓનું સન્માન કરવાનો એકમાત્ર હેતુ હતો. આ કાર્યક્રમમાં જેતપુરના મહિલા અગ્રણી શહેનાઝબેન બાબી, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાય, વોકહાર્ટ હોસ્પિટલના મીડિયા એન્ડ પી.આર.ક્ધસલ્ટન્ટ મનહરભાઈ મજીઠીયા, તુષારભાઈ વ્યાસ તેમજ જેતપુરના અગ્રણી મહિલા કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ વોકહાર્ટ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડો.મનિષા સિંધ પટેલ, નિઓનેટોલોજીસ્ટ ડો.ભાર્ગવી ગોહિલ રાવલ, શહેનાઝબેન બાબી, જયેશભાઈ ઉપાધ્યાય, મનહરભાઈ મજીઠીયાના હસ્તે દિપ પ્રાગટયથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે માત્ર પુત્રીઓ ધરાવતી ૧૧૦૦ જેટલી માતાઓનું ભેટ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

વોકહાર્ટ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડો.મનિષા સિંઘ પટેલે ગર્ભવતી અને પ્રસુતા મહિલાના સ્વાસ્થ્યની સમજણ આપતા જણાવેલ હતું કે જયારે કોઈ મહિલાની માસીકની તારીખથી સાત કે સાતથી વધુ દિવસ ઉપર જાય કે પ્રેગ્નેન્સી ટેસ્ટમાં બે લીટી આવે ત્યારે તરત જ ડોકટર પાસે જઈ તપાસ એટલા માટે જ‚રી છે કારણકે કેટલીક દવા ગર્ભાવસ્થાના એક મહિના પહેલાથી શરૂ કરવી જોઈએ. આ દવા તમને દરરોજ લેવાની સલાહ ડોકટર આપશે. જો કોઈ ડાયાબીટીક મહિલા હોય અથવા મહિલાને પહેલી પ્રેગ્નેન્સીમાં ખોડખાંપણવાળુ બાળક જન્મેલ હોય કે બાળક માતાના પેટમાં જ મૃત થયેલ હોય કે મૃત જન્મેલ હોય તેવા કેસમાં આ દવા ૫ મીલીગ્રામ આપવામાં આવે છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સગર્ભા અવસ્થા દરમિયાન નિયમિતપણે આર્યન અને ફોલીક એસિડની ગોળીઓ તથા ધનુરની રસીના ઈન્જેકશન અચુક લેવડાવી લેવા જોઈએ. જેથી ગર્ભસ્થ શિશુ અપંગ કે અન્ય બિમારી સાથે ન જન્મે. નિયમિતપણે સોનોગ્રાફી કે અન્ય જરૂરી લોહી અને પેશાબની તપાસ કરાવતા રહેવું જોઈએ. માતા અને બાળક બંનેને ઈમરજન્સી સારવાર પ્રાપ્ત થઈ શકે તેવી જ હોસ્પિટલમાં પ્રસુતિ કરાવવી જોઈએ. નવજાત શિશુના નિષ્ણાંત ડો.ભાર્ગવી ગોહિલ રાવલે જણાવેલ હતું કે, બાળકના જન્મ પછી પ્રથમ મિનિટમાં જ જેને તબીબી ભાષામાં ગોલ્ડન મિનિટ કહેવામાં આવે છે તેમાં શ્ર્વાસોશ્ર્વાસ શરૂ થઈ જાય તે અત્યંત આવશ્યક છે. બાળકના જન્મ સમયે જરૂર પડયે શ્ર્વાચ્છોશ્ર્વાસ ચાલુ કરાવી શકે તેવા નવજાત શિશુ તબીબની હાજરી આવશ્યક છે. બાળકના જન્મ સમયે ગળથુથીના ‚પમાં મધ, ગોળનું પાણી વિગેરે કંઈ પણ ન આપવું જોઈએ. બાળકના જન્મ પછી ૨૪ કલાક સુધી નવડાવવાનું ટાળવુ જોઈએ. જન્મ સમયે જ બાળકને વીટામીન કે નું ઈન્જેકશન અને પ્રથમ કલાકમાં જ માતાનું ધાવણ ચાલુ કરવું જોઈએ અને પછી દર બે ત્રણ કલાકે બાળકની જરૂરીયાત મુજબ સ્તનપાન કરાવવું જોઈએ. પ્રથમ સ્તનપાનમાં દુધ પીળા રંગનું મલાઈ જેવું જાડુ હોય છે આ દુધ બાળકના આરોગ્ય માટે જોખમી હોવાની માન્યતા પ્રવર્તે છે જે ખુબ જ ખોટી છે. આ દુધમાં બાળકની રોગ પ્રતિકારક શકિતને વધારતું પ્રોટીન હોય છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકના જન્મ પછી કેટલીક કુદરતી પ્રક્રિયાઓ બનતી હોય છે જેવી કે બાળકને સ્તનપાન કરવામાં પડતી મુશ્કેલી, ૨૪ કલાકમાં મળ અને ૪૮ કલાકમાં પેશાબ ન કરવો, આંચકી કે તાણ આવવી, શ્ર્વાચ્છોશ્ર્વાસ ઝડપથી ચાલતા હોય, બાળકને તાવ આવવો કે કમળો થવો, આંખો વધારે પડતી ચીપકી જવી અથવા રસી જેવું પાણી આવવું, નાભીની આસપાસ ચામડી લાલ થઈ જવી અથવા નાભીમાંથી રસી જેવું પાણી આવવું, શરીર પર રસી ભરેલા ફોડલા થવા વિગેરે ભયજનક ચિન્હો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.